સોમવાર, 14 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: શુક્રવાર, 26 મે 2023 (12:24 IST)

MI vs GT : ક્વાલીફાયર 2 માં જો વરસાદ પડશે તો કોણ જશે ફાઈનલમાં ?

MI vs GT IPL 2023 : આઈપીએલ 2023 માં આજ એક ખૂબ જ મોટો મુકાબલો રમાશે. આઈપીએલ ફાઈનલ પહેલા આમ તો આને ક્વાલીફાયર 2 કહેવામાં આવે છે પણ આ સેમીફાઈનલ જેવી જ છે.  આજ એક ટીમ ફાઈનલમાં પહોંચી જશે, બીજી બાજુ હારનારી ટીમની આ વર્ષની યાત્રા પુરી થઈ જશે.  રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈંડિયંસ અને હાર્દિક પંડ્યાની કપ્તનઈવાળી ગુજરાત ટાઈટંસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે.  મેચ સાંજે સાડા સાત વાગે રમાશે. જો કે મેચ ની તૈયારીઓ પુરી થઈ ગઈ છે. સાથે જ ફાઈનલને લઈને પણ તૈયારી ચાલી રહી છે.  કારણ કે અહી રવિવારે 28 મે ના રોજ ફાઈનલ મુકાબલો રમાશે. પરંતુ આ પહેલા એક નવો પેચ ફસાય ગય ઓ છે.  આ વાતની આશંકા બતાવાઈ રહી છે કે આજના મેચમાં ખલેલ પડી શકે છે.  આવામાં સવાલ એ છે કે જો મેચ નહી રમાઈ તો કંઈ ટીમની ફાઈનલમાં એંટ્રી કરશે. 
 
અમદાવાદમાં સાંજે હળવો વરસાદ થવાની શક્યતા 
 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2023ની બીજી ક્વાલીફાયર રમાશે. પણ આ દરમિયાન સાંજે એટલે કે મેચના સમયે વરસાદની આશંકા બતાવવામાં આવી રહી છે. જો કે એટલો વરસાદ નથી કે મેચ બિલકુલ જ ન રમાય. પરંતુ કંઈક ને કંઈક અવરોધ આવવાની શક્યતા છે.  આજની મેચ સાંજે સાઢા સાત વાગે શરૂ થશે. એ પહેલા સાંજે સાત વાગે ટોસ થશે. એ પહેલા વરસાદ થવાની શક્યતા બતાવાય રહી છે. તેનાથી વધુ ફરક નહી પડે,  કારણ કે અમદાવાદની ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી છે અને વરસાદ પડે તો પણ જમીન ઝડપથી સુકાઈ જાય છે. પરંતુ સાડાસાત પછી પણ વરસાદ પડી શકે છે. જો અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો દિવસ દરમિયાન 23 ટકા અને રાત્રિ દરમિયાન 16 ટકા વરસાદની શક્યતા છે. સાંજના 7:30 થી 8:30 સુધી હળવો વરસાદ પડી શકે છે, પરંતુ જો 8:30 સુધી વરસાદ નહીં પડે તો આકાશ સંપૂર્ણ ચોખ્ખું રહેશે અને પછી વરસાદને કારણે કોઈ વિક્ષેપ થવાની સંભાવના નથી. એટલે કે ફરીથી સંપૂર્ણ મેચ થશે.
 
વરસાદે મેચમાં વિક્ષેપ કર્યો તો ગુજરાત ટાઈટંસની ટીમ આઈપીએલ 2023ના ફાઈનલમાં જશે 
 
અમદાવાદમાં સાંજે સાડા આઠ પછી વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ આ સમયે હવામાન એવું છે કે ગમે ત્યારે બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું પણ જરૂરી છે કે જો મેચ નહીં થાય તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે. આ માટે IPL 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરવામાં આવશે. એટલે કે જે ટીમ પોઈન્ટ ટેબલમાં વધુ પોઈન્ટ લાવશે તે સીધી ફાઇનલમાં જશે. આનાથી ગુજરાત ટાઇટન્સને ફાયદો થશે કારણ કે તે નંબર વન ટીમ બની છે. તેનો અર્થ એ કે તેને ક્વોલિફાયર રમ્યા વિના સીધા જ ફાઈનલની ટિકિટ મળી જશે. આવી સ્થિતિમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને તેના ફેંચ ઈચ્છશે કે મેચ થાય અને ટીમ જીતે અને ફાઇનલમાં પ્રવેશ કરે. જો કે, અમે તમને જણાવી દઈએ કે સાંજે આઠ વાગ્યા પછી વરસાદની સંભાવના ઘણી ઓછી છે અને મેચની દરેક સંભાવના છે, તેથી વધુ ચિંતા કરવાની જરૂર નથી.