1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: બુધવાર, 24 મે 2023 (17:50 IST)

Ravindra Jadeja IPL: RCB મા આવી જાવ Jaddu, ભગવાનની જેમ તમારી પૂજા કરીશુ, સર જડેજાના VIRAL ટ્વીટથી મચી સનસની

રવિન્દ્ર જાડેજાને લઈને ક્રિકેટ ફેંસએ ટ્વિટર પર 'કમ ટુ RCB' હેશટેગ ટ્રેન્ડ કર્યો હતો. ટ્વિટર પર, રવિન્દ્ર જાડેજાને લઈને, ફેંસએ માંગ કરી હતી કે તેમણે આરસીબીમાં જોડાવવું જોઈએ. ફેંસએ ટ્વિટર પર કમ ટુ આરસીબી હેશટેગ સાથે જાડેજા વિશે ટ્વિટ કર્યું. વાસ્તવમાં થોડા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે ચેન્નઈના ફેન્સ રવિન્દ્ર જાડેજાને સપોર્ટ નથી કરી રહ્યા.
 
દરમિયાન, 'સર જાડેજા' દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટએ સનસની મચાવી દીધી છે, જે તેણે 'મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યા બાદ કર્યું હતું. 

 
બીજી બાજુ ધોની સાથે પણ સર જાડેજાના અણબનાવના સમાચાર સામે આવ્યા હતા, જોકે ગુજરાત સામેની મેચમાં ધોની અને જાડેજા વચ્ચે કોઈ વિવાદ હોય એવુ લાગ્યુ નહોતુ.  પરંતુ મેચ બાદ જાડેજાએ એક ટ્વિટ કરી હતી. જેના કારણે એવી શક્યતાઓ જોર પકડવા લાગી છે કે ચેન્નઈના ફેંસનુ સમર્થન ન મળવાને કારણે 'સર જાડેજા' ખુશ નથી.
 
રવિન્દ્ર જાડેજાના સંબંધમાં Come to RCB હેશટેગ 24 મેના રોજ ટ્વિટર પર લાંબા સમય સુધી ટ્રેન્ડ કરી રહ્યું હતું. રવીન્દ્ર જાડેજા વિશે એક યુઝરે લખ્યું- તેને ચેન્નઈના ફેન્સનો સપોર્ટ નથી મળી રહ્યો. સાથે જ એક ટ્વિટર યુઝરે ત્યાં સુધી લખ્યું કે RCB માં આવી જાવ, ભગવાનની જેમ તમારી પૂજા થશે.
 
કોહલી  CSK ની ટીમમાં આવી જાય 
 
અન્ય એક યુઝરે લખ્યું- RCB ફેન્સ ઈચ્છે છે કે જડ્ડુ તેમની ટીમમાં જોડાય, જ્યરે ચેન્નાઈના ફેન્સ કહી રહ્યા છે કે કોહલી ટ્રોફી જીતવા ઈચ્છે છે તો CSKમાં આવી જાય.  
 
 તાજેતરમાં જ ધોની સાથે રવિન્દ્ર જાડેજાન આ વિવાદના સમાચાર સામે આવ્યા હતા. જો કે ગુજરાત સામેની મેચમાં તેની કોઈ અસર જોવા મળી ન હતી. ધોની સાથે અણબનાવના સમાચાર વચ્ચે જાડેજાએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું - કર્મનું ફળ વહેલા કે મોડેથી મળે છે.

 
જેના પર રવિન્દ્ર જાડેજાની પત્ની રિબાવાએ પણ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી અને લખ્યું- તમારા માર્ગને અનુસરો. જે બાદ અનેક પ્રકારની અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું.
 
બીજી તરફ ગુજરાત સામેની મેચ જીત્યા બાદ જાડેજાને 'મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ' એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે આના પર ટ્વિટ કરીને લખ્યું અપસ્ટોક્સ સમજે છે, પરંતુ કેટલાક ફેંસ નથી સમજતા.
 
કાશી સર એ  જાડેજાને સમજાવ્યા, વાયરલ વીડિયો
 
સાથે જ  CSK અને ગુજરાત વચ્ચેની મેચ પછી અન્ય એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથન  (Kasi Viswanathan) પણ તેમને સમજાવતા જોવા મળ્યા હતા. જ્યારે 2022માં જાડેજાને સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો હતો

 
આઈપીએલ 2022માં જાડેજાએ ચેન્નઈની કપ્તાની સંભાળી હતી. જ્યાં ચેન્નઈ શરૂઆતમાં 8 માંથી માત્ર બે મેચ જીતી શકી હતી. 
 
જ્યારે 2022માં જાડેજાને સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો હતો
 
આઈપીએલ 2022માં જાડેજાએ ચેન્નાઈની કપ્તાની સંભાળી હતી. જ્યાં ચેન્નાઈ શરૂઆતમાં 8 માંથી માત્ર બે મેચ જીતી. આવી સ્થિતિમાં જાડેજાને સુકાનીપદેથી હટાવીને ધોનીને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. આમ છતાં ચેન્નાઈની ટીમ આઈપીએલના પ્લેઓફમાં પહોંચી શકી નથી.