રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: કલકત્તા , ગુરુવાર, 4 એપ્રિલ 2013 (12:59 IST)

IPL 6 : પ્રથમ બોલ, પ્રથમ શૂન્ય પર પ્રથમ વિકેટ

આઈપીએલના છઠ્ઠા સંસ્કરણની સૌથી મોટી સનસનીખેજ શરૂઆત થઈ. ગત ચેમ્પિયન કલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી ડેયરડેવિલ્સની વચ્ચે આ હરિફાઈમાં ટૂર્નામેંટની પ્રથમ બોલ પર જ વિકેટ ગઈ.
P.R

અંડર 19 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમના કપ્તાન અને દિલ્હી ડેયરડેવિલ્સના ઓપનર ઉન્મુક્ત ચંદ માટે આઈપીએલ 6 માં ખતરનાક શરૂઆત થઈ. ઉન્મુક્ત દિલ્હીના દાવમાં પ્રથમ બોલ રમવા ક્રીઝ પર પહોંચ્યો અને તેની સામે ઓસ્ટ્રેલિયાનો ઘાતક બોલર બ્રેટ લી હતો. બ્રેટ લીની બોલને ઉન્મુક્ત સમજી ન શક્યો અને તેના ઓફ સ્ટંપ ઉખડી ગયા. મતલબ આઈપીએલની પ્રથમ જ બોલ પર પ્રથમ વિકેટ પડી અને આનો શ્રેય લી ના ખાતામાં ગયો. ઉન્મુક્તના ખાતામાં ટુર્નામેંટનો પ્રથમ શૂન્ય પહોંચી ગયો.

ઉન્મુક્ત તાજેતરમાં જ ઘરેલુ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેંટના નોકઆઉટ ગ્રુપના સમયમાં પહેલી બે મેચોમાં સદી બનાવી હતી. પણ આગામી બે મેચમાં તે સસ્તામાં આઉત થઈ ગયો. ઉન્મુક્તે આઈપીએલના અગાઉના સંસ્કરણમાં બે મેચ રમી હતી અને 36 રન બનાવ્યા હતા.

અંડર 19 વિશ્વકપ વિજેતા કપ્તાને હજુ એ શીખવાનુ છે કે લી જેવા ઘુરંઘર બોલરોની સામે રમતની શરૂઆત કેવી રીતે કરવાની છે. વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગ પહેલી મેચમાં બહાર હોવાથી ઉન્મુક્તને દાવની શરૂઆત કરવાની તક મળી, પણ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહી.