શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 14 જુલાઈ 2020 (12:43 IST)

ટિકટોક ફરી એન્ટ્રી, સિલેક્ટેડ ફોન પર મોકલવામાં આવતી લીંક વડે ડાઉનલોડ કરી રહ્યા છે લોકો

30 જૂનના રોજ જે ચાઇનીઝ એપ ટિકટોક પર ભારત સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે, તે ફરીથી ચોરી છુપે મોબાઇલમાં દસ્તક આપવા લાગી છે. આ વખતે એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોરના બદલે એક ખાસ લિંક દ્વારા સીધા બ્રાઉઝરથી ડાઉનલોડ થઇ રહી છે. આ લિંક સિલેક્ટેડ મોબાઇલ ફોન પર મોકલવામાં આવી રહી છે. 
 
સુરતમાં ઘણા લોકો આ એપ લાઉનલોડ કરી ચૂક્યા છે. એક યૂઝરના ફોનમાં ડાઉનલોડ અને એક્ટિવ જોતા તેની તપાસ કરી. સાઇબર એક્સપર્ટ એથિકલ હેકર્સ અને સાઇબર પોલીસ પણ હેરાન છે. એકસપર્ટનું કહેવું છે કે બની શકે છે કે ટિકટોકએ થર્ડ પાર્ટીની મદદથી તિકડમ લગાવી હોય. સરકારી એજન્સીઓને તાત્કાલિક એક્શન લેવી જોઇએ. તે તેની પાછળ ચીની હેકર્સનું કાવતરું ગણી રહ્યા છે.
 
જે લોકો પહેલાંથી ટિકટોક વાપરતા હત અને વીડિયો, ફોટો અને અપલોડ કરતા તેમને ફરીથી જોડવામાં આવી રહ્યા છે. તેને વોટ્સઅપ, ઇમેલ, મેસેજ અને મેસેન્જર દ્વારા એપીકે ફોર્મેટમાં મોકલવામાં આવી રહી છે. ગૂગલ પર સર્ચ કરનારાઓને મેલ આવી રહ્યો છે. 
 
વોટસઅપ આવેલી લિંકનો ક્લિક કરતાં જ વોટ્સએપ એક્સેસ માંગે છે. ઓકે કરવાથી એક્ટિવ થઇ જાય છે. મેસેંજરવાળી લીંકમાં ફેસબુક એક્સેસ માંગે છે. જો તમારી પાસે આ બંને એપ પહેલાંથી નથી તો ટિકટોક ડાઉનલોડ નહી કરી શકો. 
 
આ વખતે ડાઉનલોડ કરનારને ફોનના તમામ એક્સેસ આપવા પડે છે. એન્ટરટેનમેન્ટ વીડિયો જોવા માટે અલગથી ફીચર છે. આ વખતે ટિકટોકના વીડિયો અન્ય સોશિયાલ મીડિયા એપ પર શેર કરી શકશો નહી.