રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : મંગળવાર, 30 જૂન 2020 (10:32 IST)

#TikTok- Ban- એપ્લિકેશન અને પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવ્યો, કંપનીનું કહેવું છે કે પ્રતિબંધ કામચલાઉ છે

સોમવારે સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. થોડા દિવસો પહેલા ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સરકારને આશરે 52 એપ્સ વિશે ચેતવણી જારી કરી હતી અને દેશના નાગરિકોને પણ એપ્સનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી હતી. ગુપ્તચર એજન્સીઓની આ ચેતવણીને પગલે સરકારે આ 52 એપ્લિકેશંસ સહિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ ચીની એપ્સને રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમી ગણાવી છે.
 
સરકાર દ્વારા પ્રતિબંધ લગાવ્યાના 12 કલાકની અંદર, ભારતની સૌથી લોકપ્રિય એપ્લિકેશન, ટિકટૉકને ગૂગલ પ્લે-સ્ટોર અને એપલ સ્ટોરથી હટાવી દેવામાં આવી છે. ટિકિટકોક ઈન્ડિયાએ આ પ્રતિબંધ પર ટ્વિટ કરીને કહ્યું છે કે સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ કામચલાઉ છે અને તે આ મુદ્દે સરકાર સાથે વાત કરી રહ્યો છે.
ટિકટોક ઈન્ડિયાના વડા નિખિલ ગાંધીએ કહ્યું, 'સરકારે ટિકટોક સહિત 59 એપ્સ પર વચગાળાનો પ્રતિબંધ લગાવી દીધો છે. અમે આ પ્રતિબંધ માટે ટૂંક સમયમાં સરકાર સાથે વાત કરીશું. ટિકટૉક હંમેશાની જેમ ડેટા અને ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે. અમે ભારતીય વપરાશકર્તાઓનો ડેટા ચીની કે અન્ય કોઈ સરકાર સાથે શેર કરતા નથી.