જન્માષ્ટમી પર નિબંધ - Janmashtami Essay in Gujarati
Janmashtami Nibandh Gujarati - જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. એટલે દર વર્ષે શ્રાવણ વદ આઠમ ના દિવશે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જન્માષ્મીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જનમ થયો હતો. તેથી રાત્રે 12 વાગ્યે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી – જુદી વાનગીઓનો ભોગ કે 56 ભોગ લગાવે છે.
જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઊજવાય છે. મંદિરોને શણગારવામાં આવે છે . ત્યાં રાતે ભજનકીર્તન થાય છે . રાતના બાર વાગે કૃષ્ણજન્મ થતાં લોકો નાચે છે, કૂદે છે, ગુલાલ ઉડાડે છે અને ગાય છે :
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી.
પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે. લોકો પારણામાં ઝૂલતા કનૈયાનાં દર્શન કરે છે. કેટલાંક સ્થળે મેળા ભરાય છે લોકો હોશથી મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે છે. મહારમાં ઠેરઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે. આ દિવસે જુદા જુદા શહેરના રસ્તાઓ પર મટકી ફોડ પ્રતિયોગિતા પણ રાખવામાં આવે છે. તેનું એક ખૂબ સરસ દ્રશ્ય મુંબઈમાં જોવા મળે છે. આખો દિવસ "ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજબાલા" ના ગીત ગૂંજાય છે. ભારે સંખ્યામાં લોકો આ મટકીફોડનો આનંદ ઉઠાવે છે. મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઈનામો પણ રાખવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડાને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે.
કૃષ્ણન ગોપીઓ અને ગાયો ખૂબ પ્રિય હતાં. તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમનાં માતાપિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા. તેમણે કાળીનાગને નાથ્યો હતો. તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હાંક્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો, આ ઉપદેશ ગીતા નામના પુસ્તકમાં સચવાયેલો છે. ગીતા હિંદુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે.
આપણે ગીતાનો ઉપદેશ વાંચીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ.