CBSE એ 10માના છાત્રો માટે મૂલ્યાંકન પૉલીસી બહાર પાડી- જાણો ક્યારે આવશે પરિણામ
કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઇ) એ દસમા ધોરણના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પરિણામ જાહેર કરવા માટે મૂલ્યાંકન નીતિ શનિવારે જારી કરી હતી. આ અંતર્ગત શાળાઓ વિદ્યાર્થીઓને યુનિટ ટેસ્ટ, અર્ધવાર્ષિક પરીક્ષા, પ્રિ-બોર્ડ પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનના આધારે ગુણ આપી શકશે.
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, CBSEએ એકેડમિક સત્ર 2020-21 ની દસમા ધોરણ બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી દીધી હતી. હવે બોર્ડે વિદ્યાર્થીઓને વર્ષભરની પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે ગુણ(marks) આપવાનો નિર્ણય કર્યો છે. મૂલ્યાંકન નીતિ મુજબ શાળાઓ વિદ્યાર્થીઓને યુનિટ ટેસ્ટના આધારે વધુમાં વધુ 10 ગુણ, અર્ધવાર્ષિક પરીક્ષાના આધારે વધુમાં વધુ 30 ગુણ અને પ્રિબોર્ડ પરીક્ષાના આધારે વધુમાં વધુ 40 ગુણ આપી શકશે. બાકીના 20 ગુણ શાળાઓ દ્વારા કરવામાં આવેલા આંતરિક મૂલ્યાંકન (internal exam) આધારિત થશે.
આંતરિક સમિતિ બનાવશે શાળા
બધી શાળાઓએ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા માટે આંતરિક પરીક્ષા સમિતિની રચના કરવાની રહેશે. સમિતિમાં મુખ્ય શિક્ષકની સાથે સાત શિક્ષકોનો સમાવેશ થશે. જો પરિણામ માટે નક્કી કરાયેલ ત્રણ કેટેગરીમાં કોઈ એક કેટેગરીની પરીક્ષા લીધી હોય, તો સમિતિ બાકીની પરીક્ષાઓ માટેના ગુણ નક્કી કરશે.
20 જૂને પરિણામ આવશે
-શાળાઓએ 25 મે સુધીમાં પરિણામો શાળાને 25 મે રિજ્લ્ટ તૈયાર કરી 5 જૂન સુધીમાં સીબીએસઇની પાસે જમા કરાવવા પડશે. આંતરિક પરીક્ષાના ગુણ બોર્ડને 11 જૂન સુધીમાં ઉપલબ્ધ કરવાના રહેશે. આ પછી, સીબીએસઇ 20 જૂને પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. આ સત્રમાં, 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ દસમા ધોરણ માટે નોંધણી કરાવી છે.