ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: મંગળવાર, 21 જુલાઈ 2020 (14:39 IST)

ઓનલાઇન પરીક્ષા આપવી છે કે ઓફલાઇન-GTUએ કહ્યું 3 દિવસમાં એપ્લિકેશન પર સૂચન મોકલો

ગુજરાત ટેક્નોલોજી યૂનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા પર નિર્ણય વિદ્યાર્થીઓના સૂચન પર લેવામાં આવશે. જીટીયૂ તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થી પાસે એપ્લીકેશ મંગાવવામાં આવશે અને તેમના દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા ફોર્મેટના આધારે ઓનલાઇન અથવા ઓફલાઇન પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવશે. યૂનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ત્રણ દિવસમાં પોતાના સૂચન આપવા માટે કહ્યું છે. જોકે આ પહેલાં પણ યૂનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સૂચન મંગાવ્યા હતા. ત્યારે જે વિદ્યાર્થીઓને ઓનલાઇન માટે પોતાની સહમતિ આપી હતી તે ઓનલાઇન પરીક્ષામાં સામેલ થયા જ નહી. 
 
એટલા માટે આ વખતે યૂનિવર્સિટી માટે મોટો પડકાર હશે. એપ્લિકેશનના અનુસાર યૂનિવસિટી નક્કી કર્શે કે પરીક્ષા ક્યારે અને કેવી રીતે લેવી છે, કારણે કે યૂજીસી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી અનિવાર્ય છે. તેના માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને જ છૂટ યૂનિવર્સિટી અને કોલેજોને આપવામાં આવી છે. એટલા માટે તેના આધારે પરીક્ષા નક્કી કરવામાં આવી રહી છે. પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ હજુ અસમંજસમાં છે. ગુજરાતમાં કોરોનાનાનું સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. તેનાથી ઓફલાઇન પરીક્ષા લેવાનો ડર છે. વિદ્યાર્થી પાસે ઓનલાઇન પરીક્ષા આપવા માટે સાધન નથી. 
 
યૂનિવર્સિટી દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન બંને પરીક્ષાઓની તૈયારી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા નિવેદન મંગાવવામાં આવ્યા છે. જે વિદ્યાર્થી ઓનલાઇન પરીક્ષા આપવા માંગે છે તેમને 30 જુલાઇના રોજ પરીક્ષામાં સામેલ થવું પડશે અને જે વિદ્યાર્થી ઓફલાઇન પરીક્ષા આપવા માંગે છે તેમની અરજીના આધારે વિદ્યાર્થીઓને અલગ કરવામાં આવશે અને પરીક્ષામાં સામેલ કરવામાં આવશે.