સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (21:35 IST)

દેશમાં નોકરીઓનો દુકાળ, હાયરિંગની સ્થિતિ 15 વર્ષના સૌથી નીચલા સ્તર પર, આગળ પણ સ્થિતિ સામાન્ય થવાના ચાંસ નથી

કોરોનાવાયરસ અને લોકડાઉનને કારણે દેશમાં હાયરિંગની સ્થિતિ 15 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. એટલું જ નહીં, આ સંકટ આવતા કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહેશે. એક સર્વેમાં આ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે 800 થી વધુ કર્મચારીઓ પર હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં, ફક્ત ત્રણ ટકા કંપનીઓએ જ આગામી ત્રણ મહિનામાં નવી હાયરિંગ લેવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.
 
7% કંપનીઓ જ કર્મચારીઓના પગારમાં વધારો કરશે
 
મેનપાવર ગ્રુપના રોજગાર આઉટલુક તરફથી દેશભરની 813 કંપનીઓના નિવેદન લેવામાં આવ્યા છે.  સર્વે અનુસાર, કંપનીઓ 2020 ના પહેલા ક્વાર્ટરમાં નોકરી આપવાને લઈને સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહી છે. 7 ટકા એમ્લોયરર્સે કહ્યુ કે તેઓ કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે. સાથે જ 3 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે. 54 ટકા લોકોએ કહ્યું કે કર્મચારીઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
 
સૌથી વધુ નોકરીઓ નાની કંપનીઓમાં
 
સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે 15 વર્ષ પહેલા શરૂ થયેલા આ સર્વેમાં પહેલીવાર જોવા મળ્યુ કે જ્યારે હાયરિંગમાં લેવાનો દર આટલો ઓછો રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, સૌથી વધુ જોબ નાની કંપનીઓમાં થઈ શકે છે.
 
મોટી કંપનીઓમાં નોકરી નીકળવાની આશા ઓછી 
 
સર્વે મુજબ મધ્યમ કદની સંસ્થાઓમાં થોડી વધારે અને મોટી સંસ્થાઓમાં ઓછી નોકરીઓ મળશે. તે પછી મધ્યમ કદના અને મોટા કદના સંગઠનોની સંખ્યા આવે છે. મેનપાવર ગ્રુપ ઈન્ડિયાના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર સંદીપ ગુલાટીએ કહ્યું છે કે કોરોના સંકટને કારણે કંપનીઓએ તેમનો સ્ટાફ ઓછો કરી દીધો હતો પરંતુ હવે વર્તમાન માંગને જોતા પ્રોડક્ટિવિટીમાં સુધારને જોતા નોકરી પર લેવાનુ  શરૂ થઈ શકે છે