બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 3 મે 2010 (10:03 IST)

ઉચ્ચ શિક્ષણ સૂધારા બિલ લોકસભામાં રજૂ

સરકાર ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં સુધારાઓ સાથે ઝડપથી આગળ વધવાની યોજના ધરાવે છે જેના ભાગરૂપે આજે કુલ ચાર બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. જેમાં દેશમાં વિદેશી યુનિવર્સિટીઓના પ્રવેશને મંજૂરી આપવા સાથે સંબંધિત એક બિલનો સમાવેશ થાય છે

અન્ય બિલોમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગેરરીતિ રોકવા સાથે સંબંધિત બિલનો સમાવેશ થાય છે. એક બિલ નેશનલ એક્રીડેશન એજન્સીની રચનાનો સમાવેશ થાય છે. કેમ્પસમાં વિવાદોનો ઉકેલ લાવવા માટે ખાસ શૈક્ષણિક ટ્રિબ્યુનલની રચના કરવાની બાબતોમાં પણ સમાવેશ થાય છે.

આ તમામ મામલા સાથે સંબંધિત બિલ લાવવા માટે કેન્દ્ર સરકાર તૈયારી કરી ચુકી છે. જેથી શિક્ષણ સુધારાની પ્રક્રિયા ઝડપી બને તેવી શક્યતા છે. સોમવારે હાથ ધરવામાં આવનાર કાર્યવાહીની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ પ્રધાન કપિલ સિમ્બલ ચાર બિલ રજૂ કરે તેવી શક્યતા છે.

કેબિનેટે 15 મી માર્ચે વિદેશી શિક્ષણ સંસ્થા સાથે સંબંધિત સુધારા બિલને મંજૂરી આપી હતી જેમાં વિદેશી યુનિવર્સિટીઓના પ્રવેશ અને તેના ઓપરેશનને મંજૂરીની માંગ કરવામાં આવી હતી. બિલની મહત્વની જોગવાઈમાં ભારતમાં ઓપરેશન શરૂ કરવા ઈચ્છતી સંસ્થાઓને 50 કરોડની રકમ કોપર્સ ફંડ તરીકે જમા કરવાની જોગવાઈ છે. અન્ય કેટલીક મહત્વની જોગવાઈઓ પણ હતી જેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સમક્ષ નોંધણીની બાબતનો સમાવેશ થાય છે.