બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 30 ડિસેમ્બર 2009 (11:16 IST)

ઓટો એક્સપોમાં ઉતરશે લોગાન ટુઅરર

ND
N.D
મહિંદ્રા રેના લિમિટેડ દિલ્હી ઑટો એક્સપો 2010 માં પોતાની કાર લોગાનના નવા સંસ્કરણ 'લોગાન ટુઅરર' નું અનાવરણ કરશે. મંહિદ્રા એન્ડ મંહિદ્રા તથા ફ્રાંસની રેનાની સંયુક્ત કંપનીએ જણાવ્યું કે, આ કાર પેટ્રોલ અને ડીઝલ બન્ને સંસ્કરણમાં ઉપલબ્ધ રહેશે.

દિલ્લી ઑટો એક્સપો 2010 નવી દિલ્હીમાં 5 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે અને 11 જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર જાવા બ્રાઉન, મિસ્ટ સિલ્વર અને ડાયમંડ વ્હાઈટમાં ઉપલબ્ધ રહેશે.

કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી નલિન મેહતાએ જણાવ્યું કે, 'કારની કીમત સાડા પાંચ લાખ રૂપિયા રહેશે અને આ દેશભરમાં મહિંદ્રા રેન ડીલરોથી ખરીદી શકાશે.'