રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2019 (15:48 IST)

જુલાઈ 2015 માસિક ફળ : જાણો કેવો રહેશે જુલાઈ મહિનો તમારે માટે

મેષ - કેટલાક ઘરેલુ સમસ્યાઓનો સામનો કરવો પડશે. નવો વેપાર શરૂ કરવાના પ્રસંગ મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળશે. શારીરિક આરોગ્ય સારુ રહેશે. પણ મનમાં વ્યાકુળતાને કારણે કામકાજની એકાગ્રતા ભંગ થઈ શકે છે.  થોડી રાહત જીવનસાથી સંગ રોમાંસના ક્ષણ ગુજારવાથી મળી શકે છે. બેરોજગારોને રોજગાર મળી શકે છે. 
 
શુભ  અંક - 7 
શુભ  રંગ : ઘટ્ટ સ્લેટી ગ્રે 
વૃષભનાની-નાની ઘરેલુ સમસ્યાઓને નજરઅંદાજ કરવાથી આ મહિનાની શરૂઆત વ્યાકુળતા માટે થઈ શકે છે. જેનુ એક કારણ પૈસાના આગમનમાં થનારી કમીની ચિંતા થઈ શકે છે. વેપારમાં તેજીથી ફેરફારના સંકેત મળી રહ્યા છે. લાભ-હાનિનુ સંતુલન બગડી શકે છે. પારિવારિક સ્તર પર સંબંધીઓને લઈને ગુંચવણો વધી શકે છે. છતા પણ આ મહિને તમે ખુદને સંતુષ્ટ અને સંયમિત અનુભવશો. યાત્રા ફાયદાકારી રહેશે.  જ્યારે કે રોમાંસમાં સહજતા કાયમ રહેશે. 
 
શુભ અંક - 1 
શુભ રંગ - ગુલાબી 
 
 
મિથુન - પ્રોફેશનમાં ફેરફારની સાથે સાથે વિકાસના પણ સંકેત છે. મહિનાના બીજા અઠવાડિયામાં કોઈ નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. વેપારમાં નવી યોજનાની શરૂઆત થઈ શકે છે. પ્રોપર્ટી માટે પણ કોઈ પ્રસ્તાવ મળી શકે છે. જોકે સ્વાસ્થ્યના પ્રક્રિયામાં તમને બેચાર દિવસ મુશ્કેલીમાં પસાર કરવા પડી શકે છે.  દાંતનો દુ:ખાવો કે નેત્રની ફરિયાદ થઈ શકે છે. પરિવારમાં બધા કુશળ મંગળ રહેશે. રોમાંસમાં ફીકાપણું અનુભવશો. 
 
શુભ અંક : 2 
શુભ રંગ : ક્રીમ 
 
 
કર્ક - મહિનો સારો છે. પ્રોફેશનમાં ઝડપથી ફેરફાર આવવાના સંકેત છે. જે તમારા હિતમાં હોઈ શકે છે. કોઈ વિપરિત લિંગના વ્યક્તિથી મદદ મળશે અને તમે ટોચ પર પહોંચી શકો છો. બીજી બાજુ પારિવારિક જવાબદારીના નિર્વાહમાં તમે પછડાઈ શકો છો.  તેમા સાબિત જીવનસાથી કે કોઈ સંબંધીની મદદ લેવી પડશે. યાત્રા થશે. પણ પ્રોપર્ટી માટે કરેલ પ્રયાસ કદાચ જ કારગર સાબિત થઈ શકે. બેરોજગારોને નોકરી મળી શકે છે. 
 
શુભ અંક - 11 
શુભ રંગ : ઘટ્ટ આસમાની, ભૂરો 
સિંહ - કેટલાક વેપારી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ માટે નવી રાહ કાઢવા માટે નિકટના મિત્રો તરફથી મદદ મળશે.  
પ્રોફેશનને પટરી પર લાવવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે. રોમાંસ માટે ખૂબ સારો સમય છે. જીવનસાથી સંગ અનેક 
આનંદદાયક સ્થળ પર ફરવાનો કાર્યક્રમ બનાવી શકો છો. પ્રોપર્ટીના પ્રક્રિયામા પણ યાત્રાઓ થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. 
 
શુભ અંક : 7 
શુભ રંગ : સોનેરી 
કન્યા - આ મહિને મળતાવડી અસર અને કામકાજમાં ઉતાર ચઢાવની મનમાં બેચેની રહેશે. પ્રોફેશનને લઈને ગૂંચવણ રહેશે. પરિવારમાં લોકોનો સહયોગ મળશે. જેનાથી તમારી સક્રિયતા વધશે. નોકરિયાત લોકોનુ સ્થાનાંતરણના યોગ છે. ધન લાભ થશે અને રોકાયેલા કામ પુરા થશે. પ્રોપર્ટીના હિસાબથી સારો સમય આવવાનો છે. આ પ્રક્રિયામાં કોઈપણ યાત્રા ટાળવી ઠીક નહી રહે. જીવનસાથીનો ભાવનાત્કમ સહયોગ મળશે. 
શુભ અંક : 9 
શુભ રંગ : પીળો 
 
 
 
તુલા  - આ મહિનો તમને ઉત્સાહથી ભરી દેશે અને તમને આર્થિક મજબૂતી પણ મળશે. નવા લોકો સાથે પરિચય વધશે જ્યારે કે જૂના મિત્રો કે સંબંધીઓની યાદ સતાવશે.  કાર્યક્ષેત્રમાં એકાગ્રતા અને સક્રિયાતા કાયમ રહેશે. પરિવારમાં અતિથિયોના આગમનથી રોજબરોજનું કમકાજ પ્રભાવિત થશે અને વડીલ સભ્યોની મુશ્કેલી વધશે.  પ્રોપર્ટી માટે સારો સમય આવવાનો છે. આ સાથે જ ભાગ્યોદય પણ થઈ શકે છે. 
શુભ અંક - 8 
શુભ રંગ - પીળો 
વૃશ્ચિક - મિશ્રિત પરિણામવાળો આ મહિનામાં તમે ઈચ્છો તો કંઈક નવી શરૂઆત કરી શકો છો. જેનાથી પ્રોફેશનમાં ગતિશીલતા આવી જશે. યોજનાબદ્ધ રીતે કરેલુ કામ તમને આગળ બનાવી રાખશે. આવક અને ખર્ચનુ સંતુલન કાયમ રહેશે. નોકરીમાં છો તો સ્થાનાંતરણ થવાની શક્યતા છે દંપતિ કે પછી પ્રેમી યુગલ આ મહિને પ્રેમ સંબંધો માટે તણાવમાં રહી શકે છે. 
 
શુભ અંક - 2 
શુભ રંગ - નારંગી 
ધનુ - આ મહિનો અનેક મામલે સારો સાબિત થવાનો છે. જ્યારે કે કાર્યક્ષેત્રમાં મહત્વાકાંક્ષી યોજનાની શરૂઆત કરીશુ. કામ પર વધુ ધ્યાન આપશો અને ધૈર્ય કાયમ રાખજો. પરિવારમાં ચહલ પહલ રહેશે. અતિથિયોની અવરજવર કાયમ રહેશે. જીવનસાથી સાથે મતભેદ કે વિવાદમાં પડી શકો છો. પ્રોપર્ટી માટે સમજી-વિચારીને ડગ માંડવાથી લાભ મળી શકે છે. મૂડીરોકાણ માટે સારી શરૂઆત થશે. 
 
શુભ અંક - 1
 
શુભ રંગ -  બેબી પિંક 
 
 
મકર - આ મહિનામાં તમારા ભાગ્યનો સાથ મળી જશે. જો તમને ભાગ્ય મેળવવુ છે તો ઈમાનદારીથી મહેનત કરવી પડશે.  સહકર્મચારીઓ સથે કામ પૂર્ણ કરવા માટે મહેનત કરવી પડશે. જીવિકાના નવા સાધન પર કામ શરૂ કરવા માટે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેવી લાભકારી રહેશે. સ્વાર્થની ભાવનાથી બચવુ પડશે. ધનાગમનના યોગ બનેલા છે. પ્રેમમાં ખલેલ નાખનારાને મોઢાની ખાવી પડશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. 
 
અંક - 4 
રંગ - ઘટ્ટ સ્લેટિયા ગ્રે 
કુંભ - આ મહિને તમે પહેલા કરતા સારુ અને તંદુરસ્ત અનુભવશો. જેનાથી તમારી પૂરી તાકત કાર્યક્ષેત્રમાં લગાવી શકશો. પ્રોફેશનમં બધુ સામાન્ય બની રહેશે. જરૂરી ખર્ચ માટે પૈસા એકત્ર કરવા પડી શકે છે. આ પ્રક્રિયામાં તમારી એક સફળ યાત્રા થશે. બીજી બાજુ તમને પારિવારિક જવાબદારી ભજવવામાં આવી રહેલ કમીની પણ ચિંતા સતાવશે. પ્રોપર્ટી સંબંધમાં ઠોસ પરિણામ આવવામાં થોડો વધુ સમય લાગી શકે છે. જીવનસાથીની ભાવનાત્મક કદ્ર કરશો. 
 
અંક - 11 
રંગ - નારંગી 
મીન - આ મહિનાની ગ્રહ દશા તમારા પક્ષમાં રહેશે. આકસ્મિક લાભની પૂર્ણ શક્યતા છે. આર્થિક મામલામા આપવામાં આવેલ થોડોક પ્રયાસ તમારુ બેંક બેલેંસ વધારી શકે છે. પારિવારિક જરૂરિયાતો પુર્ણ થઈ શકે છે. વેપાર ક્ષેત્રમાં મિત્રની મદદથી નવી પહેલ કરી શકો છો.  સફળતા મળશે. ચિંતન-મનન લાભદાયી રહેશે. દાંપત્યમાં લડાઈ-ઝગડાનો સમય ખતમ થઈ ચુક્યો છે. રોમાંસની સરિતા વહેવા માંડશે. 
 
શુભ અંક - 3 
શુભ રંગ - ઘટ્ટ લાલ