1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , શનિવાર, 18 મે 2024 (12:15 IST)

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

padmini ben
padmini ben
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલા નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો રોષે ભરાયા હતાં. ક્ષત્રિયોની સંકલન સમિતીએ ચૂંટણી પૂર્ણ થતાં જ જાહેરાત કરી હતી કે, આંદોલનને વિરામ આપીએ છીએ પણ આંદોલન પુરૂ નથી થયું. ત્યારે આજે ક્ષત્રિય આંદોલનનો ભાગ રહેલા પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે,અમારું આંદોલન નિષ્ફળ ગયું છે તેમ છતાં અમે રૂપાલાને માફ કરી રહ્યા છીએ. સંકલન સમિતિ સમાજને ગુમરાહ કરી રહી છે. સમાજના આગેવાનો સામાજિક ન રહી શક્યા. તેમણે કરણસિંહ પર પણ આક્ષેપો કર્યા હતા.
 
ક્ષત્રિય સમાજનું આંદોલન એક રીતે જોઈએ તો નિષ્ફળ ગયું
પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે સંકલન સમિતિની જાહેરાત મુદ્દે કહ્યું કરણસિંહ ચાવડાએ કોના કહેવાથી આ ડીસીઝન લીધું? પોતાનું ડીસીઝન હોય તેવું લાગતું નથી. ક્ષત્રિય સમાજમાં વિરોધ હતો તો કોનો હતો? અગાઉ સંકલન સમિતિના સભ્ય પી ટી જાડેજાએ પણ ઓડિયો જાહેર કર્યો હતો. જેમાં સંકલન સમિતિના તૃપ્તિબા રાઓલ અંગે પી.ટી.જાડેજા બોલ્યા હતા. પરંતુ પી ટી.જાડેજા હવે ક્યાં છે? સમાજની અત્યારે પથારી ફરાઈ ગઈ છે. બહેનો દીકરીઓનો હાથો બનાવી રાજકારણ કરી રહ્યા છો. ક્ષત્રિયોમાં 120 સંસ્થાઓ છે તો કઈ છે તે જાહેર કરો. રૂપાલાને માફ કરો કાં આંદોલન કરો. ક્ષત્રિય સમાજનું આંદોલન એક રીતે જોઈએ તો નિષ્ફળ ગયું.
 
અમે બહેનો દીકરીઓ પરસોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ
પદ્મિનીબાએ કહ્યું કે, રૂપાલાભાઈએ ચૂંટણી પછી નારી શક્તિની માફી માંગી જેથી અમે બહેનો દીકરીઓ પરસોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ. સંકલન સમિતિ પાપડ પણ ભાંગી શકે તેમ નથી. પદ્મિનીબા વાળા અને મારી ટીમને સંકલન સમિતિએ હાથો જ બનાવ્યો.પરશોત્તમ રૂપાલાનું રાજીનામુ તો સંકલન સમિતિ લઈ ન શકી, હવે જો આંદોલન થાય તો ટીકીટ અને સત્તા માટેનું જ રહેશે.કરણસિંહ ચાવડા પણ ટિકિટો માટે જ કરતા એવું બોલી ગયા છે. પરસોત્તમ રૂપાલા ઇચ્છશે તો હું અને મારી નારી શક્તિની ટીમ રૂપાલાની મુલાકાત કરશે. રૂપાલા સામેથી બોલાવશે તો અમે મળવા જઈશું. જયરાજસિંહ જાડેજાએ જે કર્યું હતું તે બરાબર હતું. સંકલન સમિતિએ પણ છેલ્લે એ જ કર્યું.