શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શનિવાર, 26 ઑગસ્ટ 2017 (12:39 IST)

Video - મૂલાંક પ્રમાણે તમારુ આજનુ રાશિફળ જુઓ વીડિયો

મૂલાંક 1 - મૂલાંક એકના જાતકોને ઓફિસ અને વેપારમાં તમારા કાર્યની પ્રશંસા થશે.  કાર્યોમાં અવરોધ આવી શકે છે. મિત્રો અને અધિકારીઓનો સહયોગ મળશે. ખોટા ખર્ચ વધશે. વેપારમાં પૈસા સાથે જોડાયેલા મામલામાં સાવધાની રાખો. વાહનનો પ્રયોગ સાવધાનીથી કરજો. પરિવાર સાથે ક્યાક યાત્રા પર જવુ પડશે. તમારુ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આજે તમે ગણપતિને ગોળ અને લાડુનો ભોગ લગાવો 
મૂલાંક 2  આજે મહત્વપૂર્ણ મામલામાં સમજી વિચારીને જ નિર્ણય કરો.. તમારા કાર્યક્ષેત્ર અને વેપારમાં નસીબનો સાથ મળી શકે છે. મિત્રો અને અધિકારીઓનો સહયોગ મળશે. અટકેલા કાર્ય પૂરા થઈ શકે છે. પરિવારમાં ક્યાકથી શુભ સમાચારની પ્રાપ્તિ થશે. વેપારમાં લાભની નવી તક મળશે. નેત્ર રોગ તમને પરેશાન કરી શકે છે. આજે આપ  શ્રીગણેશને સાકર અને નારિયળથી બનેલા લાડુનો ભોગ લગાવો 
 
મૂલાંક 3 - આજે તમને વેપાર માટે ક્યાક યાત્રા પર જવુ પડી શકે છે. કાર્યક્ષેત્ર અને વેપારમાં મહેનત વધુ કરવી પડશે. મહેનતથી કરવામાં આવેલા કાર્યોનુ શુભ પરિણામ મળશે. વેપારમા નવી યોજનાઓ પર કાર્ય શરૂ કરી શકો છો. કુંવારાઓને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે.  પહેલાથી અટકેલુ ધન પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય સામનય રહેશે આપ આજે વિધ્નહર્તાને મગના લાડુનો ભોગ લગાવો 
 
મૂલાંક 4 - આજે તમે રોજના કાર્યો સહેલાઈથી પૂરા કરી શકશો.. કાર્યક્ષેત્ર અને વેપારમાં વાતાવરણ અનુકૂળ રહેશે. નવી જવાબદારીઓ મળી શકે છે. નવા લોકો સાથે મુલાકત થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ પ્રાપ્ત થઈ શકે છે.  તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે. આજે આપ લંબોધરને મોદક માખણ કે ખીરનો ભોગ લગાવો 
 
મૂલાંક 5 - આજે કાર્યક્ષેત્ર અને વેપાર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળી શકે છે. જૂના સમયથી ચાલી આવી રહેલી સમસ્યાઓનુ સમાધાન મળશે. મહત્વપૂર્ણ લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે.  પરિવારમાં કોઈ વાત પર વિવાદ થઈ શકે છે.  વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખો. ઋતુની ફેરફારથી તમારુ સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે.. આજે આપ એકદંતાય શ્રી ગણેશને ગોળથી બનેલા મોદક કે કિશમિશનો ભોગ લગાવો 
 
 
 મૂલાંક 6 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં વાતાવરણ તમારા અનુકૂળ રહેશે.  નવી યોજનાઓ પર કાર્ય શરૂ  કરી શકે છે. વેપારમાં લાભની નવી તક પ્રાપ્ત થઈ શકે છે.  તમારા વ્યવ્હારમાં વિનમ્રતા કાયમ રાખો. પરિવાર સાથે સમય વ્યતીત કરવાની તક મળશે.  કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.  પેટના રોગ તમને પરેશાન કરી શકે છે. તમે ગૌરીપુત્ર ગણેશને મોદક અને કેળાનો ભોગ લગવો 
 
મૂલાંક 7 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં તમને કિસ્મતનો સાથ કદાચ જ મળશે. વિરોધી તમારા પર હાવી થવાનો પ્રયાસ કરી શકે છે. વિવાદોની સ્થિતિથી દૂર રહો..  બનતા કાર્ય અટકી શકે છે.. ભાવનાઓમાં વહીને કોઈ પણ મામલામાં નિર્ણય ન લો. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે.  ખર્ચની અધિકતા રહેશે.  ઋતુના ફેરફારથી તમારુ સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આજે શ્રી સંકટમોચનને તલના લાડુનો ભોગ લગાવો 
 
મૂલાંક 8 - આજે તમે કાર્યક્ષેત્ર અને વેપારમાં આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.. પણ અતિ આત્મવિશ્વાસની સ્થિતિથી દૂર રહો.. પહેલાથી વિચારેલ કામ પૂરા થઈ શકે છે. ખર્ચની વધુ રહેશે.  કાર્યક્ષેત્રમાં મિત્રો સાથે વિવાદ થઈ શકે છે. પરિવારમાં વાતાવરણ ખુશીનુ રહેશે.  વેઅપરમાં કોઈને પણ ઉધાર આપવાથી બચો. શારીરિક અને માનસિક થાકથી પરેશાન થશો.. આજે આપ ગોળના લાડુનો ભોગ લગાવો 
 
મૂલાંક 9 - આજે તમારો દિવસ સારો રહેશે.. અટકેલા કાર્ય પૂરો થઈ શકે છે. પરિવાર સાથે સમય વ્યતીત કરવાની તક મળશે.. સંતાન પક્ષ પર ધ્યાન આપવાની જરૂર છે.  પરિવાર સાથે ક્યાક યાત્રા પર જવુ પડી શકે છે.  કાર્યક્ષેત્ર અને વેપારમાં વાતાવરણ તમારા અનુકૂળ રહેશે.. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આજે આપ ભાલચન્દ્ર શ્રી ગણેશને બેસનના લાડુ કેળા અને બદામનો ભોગ લગાવો.