1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : શનિવાર, 22 જાન્યુઆરી 2022 (00:07 IST)

Shani Dev: 22 જાન્યુઆરીથી 33 દિવસ સુધી આ રાશિઓ માટે સમય રહેશે કષ્ટદાયક, શનિના પ્રભાવથી બચીને રહો

Shani Dev: જ્યોતિષ મુજબ વ્યક્તિના જીવન પર 9 ગ્રહ અને 12 રાશિઓ વિશેષ પ્રભાવ જોવા મળે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી વ્યક્તિના જીવન પર સારો પ્રભાવ પડે છે. તેમાથી એક પ્રભાવશાળી ગ્રહ છે શનિદેવ. તેમની નારાજગી અને પ્રસન્નતાને લઈને લોકો ખૂબ સચિત રહે છે. ઉલ્લેખનીય છે કે ન્યાયના દેવતા શનિ દેવ અસ્ત થવા જઈ રહ્યા છે. 22 જાન્યુઆરીના રોજ અસ્ત થઈને 24 ફેબ્રુઆરી 2022ના રોજ શનિ દેવ ફરી ઉદય થશે.  શનિદેવના અસ્ત થવાનો સમય કુલ 33 દિવસનો રહેશે. આ 3 રાશિવાળા માટે આ અવધિ થોડી કષ્ટદાયક સાબિત થઈ શકે છે. આવો જાણીએ આ રાશિ વિશે... 
 
આ રાશિ માટે કષ્ટકારી થઈ શકે છે આવનારા 33 દિવસ 
 
કન્યા(Virgo):  કન્યા રાશિના જાતકો માટે આવનારા 33 દિવસો મુશ્કેલ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, આ લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડી શકે છે. તેમનો ખર્ચ વધી શકે છે. એટલું જ નહીં કામમાં અડચણો પણ આવી શકે છે. જ્યોતિષીઓનું માનવું છે કે આગામી દિવસોમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે, તેથી સતર્ક રહેવાની જરૂર છે.
 
 
ધનુ રાશિફળ (Sagittarius): ધનુ રાશિના લોકોને મિત્રો અને સંચારના માધ્યમ સાથે સંબંધિત બાબતોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં આ સમયે શનિની સાડાસાતી પણ ધનુ રાશિમાં ચાલી રહી છે. તેથી, શનિની અસ્ત થવાને કારણે, કોઈપણ લક્ષ્યને પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ સંબંધોમાં પણ સાવધાની રાખવાની જરૂર છે. પૈસાની બાબતમાં નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈપણ રોકાણ કરતા પહેલા સારી રીતે વિચાર કરો.
 
મિથુન: મિથુન રાશિના લોકો માટે મિથુન રાશિનો અસ્ત  સારો નથી. તમારી રાશિમાં પણ શનિ ઢૈયા ચાલી રહી છે. શનિની અસ્ત થવાને કારણે કામમાં અડચણો આવી શકે છે. તેથી 33 દિવસની આ યાત્રા તમારા માટે કષ્ટદાયક સાબિત થઈ શકે છે. કોઈની પાસેથી લોન લેતા પહેલા ઘણી વાર વિચાર કરો. સાથે જ લેણ-દેણના મામલામાં પણ ખાસ ધ્યાન રાખવું. નોકરી અને વ્યવસાયમાં તમને ઈચ્છિત પરિણામ નહીં મળે. આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. પેટ સંબંધિત બીમારીઓ પરેશાન કરી શકે છે.ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખો.