Kabaddi

Notifications

  1. સમાચાર જગત
  2. રમત
  3. પ્રો કબડ્ડી 2021



નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વનવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે. નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અઘ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે.