ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. પ્રો કબડ્ડી 2021
Written By
Last Modified: મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (15:57 IST)

Pro Kabaddi League: PKL 8માં આ અઠવાડિયે થનારી બધી મેચોનુ લિસ્ટ

પ્રો કબડ્ડી લીગ(Pro Kabaddi League)ની આઠમી સીજનની શરૂઆત 22 ડિસેમ્બરથી થવાની છે. આ ટુર્નામેંટનુ આયોજન ફેંસ વગર બેંગલોરમા થવા જઈ રહ્યુ છે અને બધા ખેલાડી બાયો-બબલમાં રહેવાના છે. પીકેએલ  (PKL) નુ આયોજન બે વર્ષના અંતર પછી થવાનુ છે અને આ જ કારણે PKLની 8મી સીજનને લઈને દરેક કોઈ ખૂબ ઉત્સાહિત છે. 
 
આ વર્ષે  PKLના ફોર્મેટમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે અને લીગના ઈતિહાસમાં પહેલીવાર થવાનુ છે. જ્યારે એક દિવસમાં ત્રણ મેચ રમાવાની છે. ટૂર્નામેંટના પહેલા જ દિવસે ટ્રિપલ હેડર મુકાબલો થવાનો છે. ઉલ્લેખનીય છે કે 22 ડિસેમ્બરથી શરૂ થનારી ટૂર્નામેંટની ફાઈનલનો મુકાબલો 26 ફેબ્રુઆરીએ થશે. 
આપને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટની શરૂઆત બેંગલુરુ વુલ્સ અને યૂ મુંબાની વચ્ચે થવાની છે. આ ઉપરાંત આ અઠવાડિયે PKLમાં કુલ મળીને 12 મુકાબલા રમાવાના છે.  ટૂર્નામેંટના પહેલા ચારો દિવસ ટ્રિપલ હેડર મેચ થવાની છે અને બધી ટીમ પોતાના 2-2 મુકાબલા આ દરમિયાન રમવાની છે. 

 
આવો જાણીએ Pro Kabaddi League, PKL માં આ અઠવાડિયે કયા મુકાબલા રમાવાના છે ?
 
22 ડિસેમ્બર 2021
 
1- યુ મુમ્બા vs બેંગલુરુ બુલ્સ
 
2- તેલુગુ ટાઇટન્સ vs તમિલ થલાઇવાઝ
 
3- બંગાળ વોરિયર્સ vs યુપી યોદ્ધા
 
 
23 ડિસેમ્બર 2021
 
4- ગુજરાત જાયન્ટ્સ vs જયપુર પિંક પેન્થર્સ
 
5- દબંગ દિલ્હી vs પુનેરી પલ્ટન
 
6- હરિયાણા સ્ટીલર્સ vs.પટના પાઇરેટ્સ
 
 
24 ડિસેમ્બર 2021 
 
7- યુ મુમ્બા vs દબંગ દિલ્હી
 
8- તમિલ થલાઈવાસ vs બેંગલુરુ બુલ્સ
 
9- બંગાળ વોરિયર્સ vs ગુજરાત જાયન્ટ્સ
 
 
25 ડિસેમ્બર 2021
 
10 - પટના પાઇરેટ્સ vs યુપી યોદ્ધા
 
11- પુનેરી પલ્ટન vs તેલુગુ ટાઇટન્સ
 
12- જયપુર પિંક પેન્થર્સ vs હરિયાણા સ્ટીલર્સ
 
 
નોંધ - અત્રે એ ઉલ્લેખનીય છે કે PKL માં પહેલો મુકબલો સાંજે 7.30 વાગે, બીજો મુકાબલો રાત્રે 8.30 વાગે અને ત્રીજો મુકાબલો રાત્રે 9.30 વાગ્યાથી રમાવાનો છે.