મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. પ્રો કબડ્ડી 2021
Written By
Last Modified: ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (18:47 IST)

Video Vivo Pro Kabaddi League: પ્રો કબડ્ડી પ્રોમોમાં જોવા મળ્યો ધોનીનો કબડ્ડી સ્ટેપ

ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉંડર કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) મેદાનની અંદર હોય કે બહાર હંમેશા ચર્ચામાં ર હે છે. આ સમયે પણ ધોની ટ્રેંડમાં છે.  ઉલ્લેખનીય છે કે પોર કબડી લીગ (vivo Pro Kabaddi League)ની 8મી સીજનનો પ્રોમો રજુ થય છે. જેમા એમએસ ધોની અનોખા અવતારમાં જોવા મળી રહ્યા છે. 
 
કોરોના મહામારીને કારણે બે વર્ષ સુધી પ્રો કબડી લીગનુ આયોજન થઈ શક્યુ નહોતુ. પણ હવે 8મી સીજનની શરૂઆત 22 ડિસેમ્બરથી થવા જઈ રહી છે જેમા એકવાર ફરી દેશના દિગ્ગજ કબડ્ડી ખેલાડી દાવ લગાવતા જોવા મળશે. 
 
પ્રો કબડ્ડી લીગના સત્તાવાર પ્રસારણ ભાગીદાર સ્ટાર સ્પોર્ટ્સે નવી સીઝનનો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં એમએસ ધોની ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તેમજ ધોની લોકોને લડવા માટે પ્રેરિત કરતો જોવા મળે છે. પ્રોમોની થીમ છે… .તુ લે પંગા , તો એનું સ્લોગન છે ... ભીડેગા તો બઢેગા 

 
પ્રોમોમાં ધોની કહેતા જોવા મળે છે કે ભિડેગા.. ભિડ સે જો ભિડેગા.. તભી તો લડના સિખેગા.. જીંદગી હૈ ખેલ કબડ્ડી.. અડેગા વહી બદલેગા.. ધોની ત્યારબાદ કહે છે લે પંગા.. બસ હાથો સે પકડેગા... હિમ્મત સે જકડેગા. જીતેગા વહી દુનિયા.. જો શેર ચાલ ચલેગા.. ઉઠેગા.. ચઢેગા.. ગિરેગા.. તૂ લે પંગા.. ધોની આગળ કહે છે જીંદગી હો યા કબડી ભિડના હૈ જરૂરી.