એક વાર નીકી બીમાર પડી. તો તેમના ફેમિલી ડોક્ટર તેને તપાસવા આવ્યા. તેને તપાસ્યા પછી તે બોલ્યા - ગભરાવવા જેવુ કશુ નથી. બસ એનુ પેટ ખરાબ છે.
એટલામાં નીકી બોલી - પણ ડોક્ટર સાહેબ હું તો રોજ સાબુથી ઘસી ઘસીને ન્હાવુ છુ, જુઓ મારુ પેટ કેટલુ સાફ છે.
એક સાહેબે એક પંડિતને જમવા માટે ઘરે બોલાવ્યો. જ્યારે તેમણે ઘણું ખાઈ લીધુ ત્યારે તેમણે પેટ તરફ ઈશારો કહી જણાવ્યુ - બસ ભરાઈ ગઈ.
ત્યારબાદ મલાઈ પેંડાથી ભરેલી એક પ્લેટ મૂકવામાં આવી તો તેમણે તે પણ ખાઈ લીધી.
આ જોઈને એક છોકરાએ કહ્યુ - પંડિતજી તમારી બસ તો ...
ટન્નૂએ જંગલમાં વાઘ પર બંદૂક તાણી હતી કે વાઘે ઝડપથી બંદૂકને ઝાટકીને ફેંકી દીધી અને કહ્યુ - બોર્ડ નથી વાંચતો, અહીં શિકાર કરવાની મનાઈ છે.
ટન્નૂએ બોર્ડ વાંચીને સોરી કહ્યુ અને જવા લાગ્યો.
વાઘે કહ્યુ - થોભી જા, હવે હું તારો શિકાર કરીશ
ટન્નૂએ કહ્યુ - ...
રજત(મયંકને) ટપાલમાં નવા પ્રતિક ચિહ્નોમાં વાપરવામાં આવેલ લાલ અને પીળા રંગો અંગે તમારા શુ વિચારો છે ?
મયંક - એટલુ જ કે આપણે પણ આપણા જીવનમાં લાલ અને પીળા કોમ્બિનેશનના કપડાં વધુમાં વધુ પહેરવા જોઈએ.
એક મિત્રએ બીજા મિત્રને કહ્યુ - ભાઈ, મારી ડાબી બાજુ વાધ, અને જમણી બાજુ ચીતો અને સામેની બાજુ એક હાથી હતો.
બીજો મિત્ર - તો તમે કેવી રીતે બચી ગયા ?
પહેલો મિત્ર - કશુ નહી યાર, હું ઝૂલા પરથી ઉતરી ગયો
મુન્નાભાઈએ એમબીબીએસની ડિગ્રી કમ્પલીટ કર્યા પછી પ્રેકટીસ શરૂ કરી.
તેમને દર્દીની આંખો, જીભ, અને કાન બરાબર ચેક કર્યા અને છેવટે બોલ્યો - જકાસ, બોલે તો બેટરી એકદમ ફર્સ્ટક્લાસ ચાલે છે.
એક જાડો માણસ રેલ્વેના પાટા પર સૂઈ રહ્યો હતો, એટલામાં ત્યાંથી પસાર થતા બીજા માણસે કહ્યુ - ભાઈ ઉઠ, ટ્રેન આવશે તો મરી જઈશ.
જાડો માણસ - મને તો કંઈ ન થાય, આટલુ મોટુ હવાઈ જહાજ મારા પરથી પસાર થઈ ગયુ તો ટ્રેન શી વિસાત છે ?
બે મિત્રો રસ્તેથી જઈ રહ્યા હતા, રસ્તામાં તેમને બે બોમ્બ પડેલા જોયા.
પહેલો મિત્ર - ચાલ, આ બોમ્બ પોલીસને આપી દઈએ.
બીજો મિત્ર - પણ એકાદ રસ્તામાં ફૂટી ગયો તો ?
પહેલો મિત્ર - ખોટું બોલવાનુ કે એક જ મળ્યો હતો
ટીંકુ હાજર જવાબી હતો. એક દિવસ તેના દાદાજી તેને હનુમાનની વાર્તા સંભળાવી રહ્યા હતા...કે જ્યારે હનુમાનજીએ સૂર્યને ફળ સમજીને મોઢામાં નાખી દીધુ તો સંસારમાં અંધારુ છવાઈ ગયુ.
એક વ્યક્તિ સાઈકલ પર જઈ રહ્યો હતો. તેની સાઈકલ પાછળ બેસેલો છોકરો જોર-જોરથી રડતો હતો.
બાળકને રડતો જોઈને એક રસ્તે જતી વ્યક્તિએ પૂછ્યૂ - બાળક રડી રહ્યો છે છતાં તમે બેધડક જઈ રહ્યા છો.
સાઈકલવાળો બોલ્યો - સાઈકલમાં ઘંટી નથી સાહેબ.
બે લૂંટારૂઓ ચોરી કરીને પૈસા ગણી રહ્યા હતા. એક ચોર બીજાને બોલ્યો - ગણીશ નહી, જલ્દી કર.
બીજો બોલ્યો - પછી તુ મારી સાથે ઝગડીશ.
પહેલો બોલ્યો - ગણવાની જરૂર નથી, કાલે પેપરમાં સાચી રકમ આવી જશે.
શિક્ષક - બાળકો, એક પ્રશ્નનો જવાબ આપો બતાવો પહેલા ઈંડુ આવ્યુ કે મરઘી ?
એક બાળક - ઈંડુ.
શિક્ષક - એ કેવી રીતે ?
બીજુ બાળક - આ તો તમે બીજો પ્રશ્ન પૂછી નાખ્યો.