ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : બુધવાર, 29 જુલાઈ 2020 (16:55 IST)

રક્ષાબંધનમાં આ રીતે સજાવો રાખડીની થાળી તમારા ભાઈ માટે

આ વર્ષે રક્ષાબંધનનો પર્વ 3 ઓગસ્ટ 2020 ઉજવાશે. હિંદું કેલેંડર મુજબ દરેક વર્ષ શ્રાવણ માસની પૂર્ણિમા તિથિને રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. આ તહેવાર ભાઈ બેનના આપસી રિશ્તા અને પ્યારને દર્શાવે છે. તેથી બેન તેમના ભાઈની કળાઈ પર વિશ્વાસનો દોરા બાંધે છે અને તેનાથી તેમની રક્ષા કરવાનો વચન માંગે છે. 
 
હિન્દુ પંચાગ મુજબ રક્ષાબંધનનો શુભ મૂહૂર્ત સવારે 9 વાગીને 59 મિનિટથી શરૂ થઈને સાંજે 9 વાગ્યા 25 મિનિટ સુધી માન્ય રહેશે. 
 
આ રીતે સજાવો રાખડીની થાળી 
 
રક્ષાબંધનના દિવસે બેન સવારે જલ્દી ઉઠી જવું. નહાઈ ધોઈને સાફ વસ્ત્ર પહેરી લો અને થાળીમાં સજાવવા માટે આ વસ્તુઓ એક જગ્યા પર એકત્રિત કરી લો. રાખડી, કંકુ, હળદર, અક્ષત(ચોખા), મિઠાઈ વગેરે. હવે એક એક કરીને તમારા મન મુજબ આ બધી વસ્તુઓને થાળીમાં સજાવો. અંતમાં થાળીમાં ઘી નાખેલું દીવો પણ રાખવું. જેને રાખડી બાંધતા સમયે જ પ્રગટાવો. 
 
આ રીતે બાંધવી રાખડી 
થાળીમાં કંકુનો પ્રયોગ સૌથી પહેલા સ્વસ્તિકનો નિશાન બનાવો. હવે હાથમાં થોડો કંકુ લેતા ભાઈને સૌથી પહેલા ચાંદલો કરવું. ચાંદ્લાના ઉપર અક્ષત લગાવો અને કેટલાક અક્ષત ભાઈના માથા ઉપર ફેંકવું. આવું કરવું શુભ માને છે. ત્યારબાદ રાખડી બાંધવી. મિઠાઈ ખવડાવી અને ભાઈથી પોતાની રક્ષા કરવાનો સંકલ્પ લેવું. 
 
આ દિવસે બેન વ્રત પણ રાખે છે. કેટલાક નિર્જલા ઉપવાસ કરે છે તો કેટલીક સામાન્ય ફળાહાર લેતા વ્રતના નિયમોનો પાલન કરે છે. આવું નથી કે રક્ષાબંધન પર બેન જ વ્રત કરી શકે છે. ભાઈ ઈચ્છે તો એ પણ બેનના સુખ માટે વ્રત કરી શકે છે. રક્ષાબંધનના દિવસે પૂર્ણિમા તિથિ હોય છે તેથી આ દિવસે કોઈ પણ વ્રત કરીએ તો શુભ જ ગણાય છે.