રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (15:17 IST)

ચાર મિત્ર અને શિકારી

ઘણા સમય પહેલાની વાત છે. જંગલમાં ચાર મિત્ર રહેતા હતા. તે ચારેના સ્વભાવ ખૂબ જુદા હતા પણ તે પાકા મિત્ર હતા અને કોઈ એકને પણ મુશ્કેલીમાં બધા મળીને મદદ કરતા હતા. તે ચાર મિત્ર હતા ઉંદર, કાગડો, હરણ અને કાચબો. એક દિવસ ઝાડ નીચે ઉંદર, કાગડો અને હરણ ગપ્પાં મારતા હતા. અચાનક ચીસોનો અવાજ સંભળાયો. આ અવાજ તેના મિત્ર કાચબાનો હતો. તે શિકારીની જાળમાં ફસાઈ ગયો. હરણે કહ્યું-
 
'ઓહો! હવે શું કરીશું? ઉંદરે કહ્યું, "ચિંતા ન કરો, મારી પાસે એક યોજના છે બધા મિત્રોએ મળીને બધું નક્કી કર્યું."
 
હરણ શિકારીના માર્ગ તરફ દોડ્યું અને તેને જોતા જ આમ પડી ગયો જેમ કે મરી ગયો હોય.  આ દરમિયાન કાગડો ત્યાં પહોંચી ગયો અને હરણનું માંસ તોડવાનું નાટક કરવા લાગ્યો. શિકારીએ તેની જાળ ઉઠાવીને ઘર તરફ ચાલવા લાગ્યો ત્યારે તેની નજર જમીન પર પડેલા હરણ અને કાગડા પર પડી.
મરેલા હરણને જોઈને તે કૂદી પડ્યો અને ઉત્સાહિત થઈ ગયો! અહીં હરણ મૃત હાલતમાં પડેલું છે. તેનું સ્વાદિષ્ટ માંસ ઘણા દિવસો માટે પૂરતું હશે. તે કાચબાના જાળા નીચે રાખી હરણની પાસે ગયો. ત્યારે ઝાડીઓની પાછળ છુપાયેલો ઉંદર આવ્યો અને જાળ કુદેરીને કાચબાને છોડાવ્યો. તે ધીમે ધીમે ચાલ્યો અને ઝાડીઓ પાછળ સંતાઈ ગયો.  જ્યારે કાગડાએ કાચબાને મુક્ત જોયો, ત્યારે તે જોરથી કાંવ-કાંવ કરી ઉડી ગયો અને હરણ પણ ઉઠીને ઝડપથી દોડ્યું. તેને દોડતો જોઈને શિકારી સ્તબ્ધ થઈ ગયો. જ્યારે તેણે ભારે હૈયે કાચબા પાસે પાછું ફર્યુ તો ત્યાં કુદરેલા જાળના સિવાય બીજું કશું જ નહોતું. કાચબો પણ ગાયબ હતો. તેણે વિચાર્યું - કાશ! હું આટલો લોભી ન હોત.
 
ચાર મિત્રો તેમની યોજનાની સફળતાથી અત્યંત ખુશ હતા. તેની યોજનાએ તેના તમામ મિત્રોના જીવ બચાવ્યા હતા. તેઓએ શપથ લીધા હતા કે તેઓ ભવિષ્યમાં પણ એકજૂટ રહેશે.
 
પાઠ:- એકતામાં તાકાત છે.