રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (12:19 IST)

Vivo V15 Pro આજે ભારતમાં થશે લોન્ચ, અહી જુઓ લાઈવ સ્ટ્રીમિંગ

હેંડ્સેટ નિર્માતા કંપની Vivo આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Vivo V15 Proને લૉંચ કરશે. લૉંચ ઈવેંટનુ આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યુ છે. Vivo Nexની જેમ  Vivo V15 Pro સ્માર્ટફોન પણ પૉપ -અપ સેલ્ફી કેમેરાથી લેસ છે. Vivo પહેલા જ આ વાતને કંફર્મ કરી ચુકી છે કે કંપનીના આગામી સ્માર્ટફોન Vivo V15 Pro માં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કૈમરા સેટઅપ આપવામાં આવશે.  વીવો વી15 પ્રો ની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો સિક્યોરિટી માટે ફોનમાં ઈન-ડિસપ્લે ફિંગરપ્રિંટ સેંસર છે. 
 
આજે નવી દિલ્હીમાં બપોરે 12 વાગ્યે આયોજીત ઈવેટ દરમિયાન Vivo પોતાના Vivo V15 Pro  પરથી પડદો ઊંચકશે. આપની માહિતી માટે બતાવી દઈએ કે લૉન્ચ ઈવેંટની લાઈવ સ્ટ્રીમિંગ YouTube પર થશે. 
 
 Vivo V15 Pro ની ભારતમાં શક્યત કિમંત 
 
ભારતીય બજારમાં વીવો વી15 પ્રો ની કિમંત 33,000  રૂપિયાની આસપાસ થઈ શકે છે. Vivo બ્રાંડના આ હૈડસેટની અધિકારિક કિમંતની માહિતી તો લૉંચ ઈવેટ દરમિયાન જ સામે આવશે. 
 
Vivo V15 Pro ના સ્પેશિફિકેશન 
 
કંપની પહેલાથી જ આ વાતની જાહેરાત કરી ચુકી છે કે આગામી સ્માર્ટફોન Vivo V15 Proના અગાઉના ભાગમાં ત્રણ રિયર કૈમરા રહેશે.  સ્માર્ટફોનમાં અગાઉ ભાગ પર 48 મેગાપિક્સલનો સેંસર આપવામાં અવશે.  આ ઉપરાંત 32 મેગાપિક્સલનો પૉપ અપ સેલ્ફી કેમેરા સાથે આવનારો આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન હશે. 
 
લીક થયેલ્લ સ્પેસિફિકેશનને યોગ્ય માનીએ તો Vivo V15 Pro માં 6.39 ઈંચનો ફુલ એચડી+ સુપર એમોલેડ અલ્ટ્રા ફુલવ્યુ ડિસ્પ્લે પૈનલ અને ક્વાલકૉમ સ્નૈપડ્રેગન 675 પ્રોસેસર રહેશે.  આ સાથે જ 6 જીબી રૈમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવશે.  સ્માર્ટફોનની બેટરી  3,700 એમએએચની રહેશે અને આ ડુઅલ એંજિન ફાસ્ટ ઈંજન ટેકનોલોજીથી લૈસ રહેશે.  એવુ કહેવાય છે કે પાછળના ભાગ પર 48 મેગાપિક્સલના પ્રાઈમરી સેંસર 8 મેગાપિક્સલનો સેકેંડરી સેંસર અને અન્ય સેંસર 5 મેગાપિક્સલનો હોઈ શકે છે.