રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (16:13 IST)

હિન્દી ફિલ્મ સ્ટોરી - મણિકર્ણિકા

ફિલ્મ મણિકર્નિકા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ છે. રાણી લક્ષ્મી બાઇનું પાત્ર ઘણી જવાબદારી સાથે ફિલ્માવવામાં આવ્યું  છે. રાણી લક્ષ્મીબાઇ એક સ્વાતંત્ર્ય સેનાની હતી. સમગ્ર દેશમાં તેઓનું આદર કરાય છે ફિલ્મની વાર્તા આ પર આધારિત છે. કંગના રનૌત ફિલ્મમાં રાણી  લક્ષ્મી બાઇની ભૂમિકા ભજવી રહ્યા છે.
1857ની હીરો રહી વીરાંગના રાણી લક્ષ્મીબાઈનો જન્મ 1828માં બનારસમાં એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયું હતું. તેમના બાળપણનું નામ મણિકર્ણિકા હતું પણ પ્રેમથી મનુ કહેવાતા હતા. રાણી લક્ષ્મીબાઈનો બાળપણ તુલસી ઘાટની પાસે અસ્સી અને રીવા ઘાટ પર વીત્યું. અહીં ઘાટની સીઢી પર તેણે ઘુડસવારી અને તલવારબાજી પણ સીખી. તેમનો લગ્ન 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાબ નિવાલકર સાથે થયું અને બની ઝાંસીની રાણી. લગ્ન પછી તેનો નામ લક્ષ્મીબાઈ રખાયું હતું. પછી જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. બાળકને ગુમાવ્યું, પછી પતિ ગુમાવ્યું, પછી રાજપાટ ગુમાવી. પરંતુ નહી ગુમાવ્યું તો માત્ર આત્મવિશ્વાસ આ ફિલ્મ તેમના જીવનની ઘટનાઓને સ્પર્શવાનો પ્રયાસ કરી રહી છે.