શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 જૂન 2017 (11:04 IST)

અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી - અમિત શાહ, વિજય રૂપાણીએ બાબા રામદેવ સાથે યોગ કર્યાં.

આ વખતે અમદાવાદમાં આંતરરાસ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે યોગ ગુરૂ બાબા રામદેવ આ માટે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વ્યસ્ત દેખાઈ રહ્યાં હતાં. આખરે આજના દિવસે તેમણે લોકોને નિરોગી કેવી રીતે રહી શકાય તેની યોગ દ્વારા ચિકિત્સા બતાવી હતી. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર વિશ્વ યોગની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બાબા રામદેવની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કથાકાર રમેશ ઓઝા સહિતની હસ્તીઓ યોગ કરતી જોવા મળી હતી. બાબા રામદેવે જણાવ્યા અનુસાર, અમદાવાદમાં વિવિધ 24 વિશ્વ રેકોર્ડ બન્યા છે. 

અમિત શાહે યોગ દ્વારા પોતાનું ખાસું વજન ઘટાડ્યું છે અને તેઓ નિયમિત રીતે યોગને અનુસરે છે. અમિત શાહનું વજન તો ઘટ્યું છે પરંતુ તેમનું રાજકીય કદ વધતાં વિરોધીઓની ઊંઘ ઉડી ગઇ છે તેમ બાબા રામદેવે કહ્યું હતું. બાબા રામદેવની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કથાકાર રમેશ ઓઝાએ લગભગ 1.25 લાખ લોકો સાથે યોગ કર્યા હતા. ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજા, નિર્મલાબેન વાઘવાણી, રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ગૌતમ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

બાબા રામદેવ જણાવ્યું હતું કે, યોગ દિવસે અમદાવાદમાં 24 વિવિધ વિશ્વ રેકોર્ડ બન્યા છે સમગ્ર દુનિયામાં પતંજલિના સેન્ટર સ્થાપી યોગનું પ્રચાર પ્રસાર કરવામાં આવશે. 25 વર્ષે પહેલાં સુરતામાં પહેલી શિબિરમાં 200 લોકોએ ભાગ લીધો હતો. આજે લાખો લોકો જોડાયા મને કોઇએ યોગ કરવા પ્રેરિત કર્યો નથી. પુસ્તકો વાંચીને યોગ કરતાં શીખ્યો. ભગવાનના આશીર્વાદ છે કે આજે મને અને યોગને દુનિયાના કરોડો લોકો ફોલો કરી રહ્યાં છે. વિશ્વયોગ દિવસ નિમિત્તે બુધવારે શહેરમાં એક સાથે 4થી 5 લાખ લોકો યોગ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. યોગ ગુરુ બાબા રામદેવના સાંનિધ્યમાં જીએમડીસી સહિત પાંચ મેદાન પર શરૂ થયેલા યોગ શિબિરમાં બુધવારે અમદાવાદ ઉપરાંત રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડના સાક્ષી બનશે. શહેરની સરકારી અને ખાનગી કચેરીઓ, સંસ્થાઓ, સ્કૂલ કોલેજોમાં પણ યોગ દિવસ ઉજવાશે.