રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 19 એપ્રિલ 2019 (14:19 IST)

World Liver Day 2019 : લીવરના સારા આરોગ્ય માટે આ રીતે પીવો મઘનુ પાણી

આજે વર્લ્ડ લીવર ડે ઉજવાય રહ્યો છે. આ દિવસે લોકોમાં લીવર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ઉજવા ય છે. માણસના શરીરમાં જો લીવર ઠીક છે તો શરીર ઠીક છે પણ જો લીવરમાં કોઈ ગડબડ છે તો શરીર પર અનેક પ્રકારની જીવલેણ બીમારીઓ  હુમલો કરી શકે છે.  લીવર શરીરનુ લોહી સાફ કરે છે  આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ જે અજમાવીને તમે તમારુ લીવર સ્વસ્થ રાખી શકશો 
 
1. રોજ સવારે લીંબુ અને મધને કુણા પાણીમાં મિક્સ કરીને પીવો. લીંબુના ગુણ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને લીવર ઝેરીલા તત્વોને સાફ કરે છે.  સાથે જ મધ પણ લીવર પર ફેલાયેલા સંક્રમણ ઠીક કરે છે. 
 
2. લીવર માટે મધ અને પાણી બંને મિક્સ થઈને એક પ્રકારનુ સુરક્ષા કવચ તૈયાર કરે છે. જ્યારે તમે સવારે મઘને કુણા પાણીમાં નાખીને પીવો છો તો આ સૌ પહેલા કબજિયાતને ઠીક કરે છે પછી પેટમાં નમી બનાવી રાખે છે. 
 
3.  લીવરને સાફ કરવા ઉપરાંત મધનુ પાણી શરીર્ની ચરબીને પણ ઓછી કરે છે. જેનાથી વજન નિયંત્રિત રહે છે. 
 
 
4.  રોજ સવારે કણા પાણી સાથે એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા નહી રહે. આ ઉપરાંત અન્ય રોગ પણ શરીરને નહી લાગે.