રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 13 મે 2019 (11:28 IST)

કમલ હસનને ઉભો કર્યો નવો વિવાદ - હિન્દુ હતો ભારતનો પ્રથમ આતંકી, જેનુ નામ હતુ નાથુરામ ગોડસે

. સાઉથના સુપરસ્ટાર અને તાજેતરમાં જ નેતા બનેલા કમલ હસને એવુ કહીને નવો વિવાદ ઉભો કર્યો છે કે આઝાદ ભારતનો પ્રથમ આતંકવાઈ હિન્દુ હતો. તે મહાત્મા ગાંધીની હત્યા કરનારો, નાથુરામ ગોડસેના એક સંદર્ભમા વાત કરી રહ્યા હત. રવિવારની કે રાત્રે એક ચૂંટણી સભાને સંબોધિત કરતા હસને કહ્યુ કે તે એક એવા સ્વાભિમાની ભારતીય છે જે સમાનતાવાળુ ભારત ઈચ્છે છે. 
 
કમલ હસને કહ્યુ, આ એક મુસલમાન વસ્તી ધરાવતો દેશ છે એટલે હુ આવુ નથી બોલી રહ્યો પણ હુ આ વાત ગાંધીની પ્રતિમા સામે બોલી રહ્યો છુ. આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હિન્દુ હતો અને તેનુ નામ નાથુરામ ગોડ્સએ છે.  ત્યાથી જ આતંકવાદની શરૂઆત થઈ. મહાત્મા ગાંધીની 1948માં થયેલ હત્યાનો હવાલો આપતા હસને કહ્યુ કે તે એ હત્યાનો જવાબ શોધવા આવ્યા છે. 
 
હાસને કહ્યુ, કોઈપણ સાચો ભારતીય હંમેશા રાષ્ટ્રીય ઝંડો તિરંગાને પસંદ કરશે અને તે ઈચ્છશે કે હંમેશા આ રાષ્ટ્રીય ઝંડો રહે.  તેમણે આ નિવેદન 19 તારીખના રોજ થનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાવારના પક્ષમાં પ્રચાર દરમિયાન આપ્યુ.