ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 22 મે 2019 (18:07 IST)

લોકસભા ચૂંટણી 2019 - 23 મે ના રોજ આયેંગે તો મોદી હી... જાણો આના 10 રાજકારણીય સંકેત

લોકસભા ચૂંટણી 2019ના અંતિમ ચરણની વોટિંગ થયા પછી રવિવારે અનેક ન્યૂઝ એજંસીઓ અને ચેનલોના એક્ઝિટ પોલ આવી ગયા જેમા બીજેપીની એક વાર ફરી સરકાર બનવાની ભવિષ્યવાણી કરવામાં આવી. જો આ સાચી પડશે તો સરકાર બન્યા પછી શુ રાજનીતિક સ્થિતિઓ પણ કોઈ ફેરફાર આવશે. છેવટે એક્ઝિટ પોલના શુ સંકેત છે. કયા મુદ્દા પર એનડીએને સફળતા મળવાના સંકેત છે. જો આ જ પરિણામ આવ્યા તો દેશને રાજનીતિક સ્થિતિ પર શુ અસર થશે. આવો જાણીએ તેના મહત્વના 10 સંકેત  
 
1. મોદી મેજિકનુ મોટુ વર્ઝન - એક્ઝિટ પોલ દ્વારા આ સ્પષ્ટ સંકેત મ્ળ્યા છે કે આ વખતે નરેન્દ્ર મોદી સૌથી મજબૂત નેતા બનીને ઉભર્યા છે અને તેમની સામે વિપક્ષનો કોઈ નેતા ટકતા નજર નથી પડતા. આવામાં 
તેમનો દબદબો આગામી પાંચ વર્ષ સુધી બની રહેવાની શક્યતા છે અને હાલ તેમની મજબૂત લીડરાશિપને કોઈ પડકાર આપતુ દેખાય રહ્યુ નથી. 
 
2. રાષ્ટ્રવાદ બન્યો હથિયાર - આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદના મુદ્દાએ વિપક્ષને ધરાશાયી કરી દીધુ છે. જે કારણે સરકારે પુલવામા પછી પાકમાં આતંકવાદી ઠેકાણાઓ પર એયર સ્ટ્રાઈક કરે. તેમા પણ લોકોમાં આ 
સરકાર પ્રત્યે વિશ્વાસ મજબૂત થયો છે. જો કે મોદી સરકારની યોજનાઓનુ પણ કંઈક જુદી જ અસર થઈ છે. 
 
3. રાહુલ પ્રિયંકા પર ફરી સવાલ - જો એક્ઝિટ પોલની જેમ જ અંતિમ પરિણામ આવ્યા તો જાહેર છે કે રાહુલના નેતૃત્વ પર સવાલ ઉઠશે. આ વખતે પ્રિયંકા ગાંધી પણ સક્રિય રાજનીતિમાં આવી ગઈ તેથી એ પણ માનવામાં આવશે કે પ્રિયંકા ગાંધીનુ પણ રાજનીતિમાં આગમન ઠીક ન રહ્યુ. દેખીતુ છે કે આ સ્થિતિમાં કોંગ્રેસ વધુ કમજોર થશે. 
 
4.વિપક્ષના વિખરાય જવાની આશંકા - આ વખતે વિપક્ષમાં એકતા જોવા ન મળી કારણ કે આવનારા સમયમાં એ પણ બની શકે છે કે વિપક્ષમાં વધુ વિખરાવ જોવા મળ્યો. મતલબ કર્ણાટક જેવા રાજ્ય જ્યા કોંગ્રેસ અને જેડીએસ ની સરકાર ચાલી રહી છે ત્યા બીજેપીને ખાતર પાડવામાં સફળતા મળી શકે છે. 
 
5. ગઠબંધન રહેશે કાયમ - આ સ્વાલ તેથી ઉઠી રહ્યો છે કારણ કે મોટાભાગના એક્ઝિટ પોલ આ ગઠબંધનને એટલી સફળતા નથી જોઈ રહ્યા જેના આધાર પર તેની રચના થઈ હતી. આવામાં એક્ઝિટ પોલવાળા પરિણામ આવ્યા તો  તેની સૌથી મોટી અસર આ બંને દળોના ગઠબંધનના તૂટવાના રૂપમાં જોઈ શકાય છે. 
 
6. અમિત શાહ વધુ મજબૂત થશે - અમિત શાહની ધાક વધુ મજબૂત થઈ શકે છે. એવુ માનવામાં આવે છે કે તેમની રણનીતિ ખૂબ જ કારાગર હોય છે. આવામાં પાર્ટીની અંદર જે લોકો આ આશા કરી રહ્યા હતા કે જો નબળા પરિણામ આવ્યા તો પાર્ટીના અંદરનુ સમીકરણ બદલાશે. તે પૂરી થતી જોવા નહી મળશે. 
 
7.સહયોગી દળમાં થશે વધારો - એનડીએની સરકાર બન્યા પછી જો બીજેપી આટલી જ મજબૂતીથી કમબેક કરશે તો એનડીએના સહયોગી દલ સરકારમાં તો હશે પણ તેમની પ્રાંસગિકતા પહેલા જેવી જ રહેશે.  
તેમા કોઈ વધારો થવાની શક્યતા નથી. તેઓ પોતાની શરત પર નહી પણ બીજેપીની શરતો પર જ એનડીએમાં રહી શકશે. 
 
8.ક્ષેત્રીય દળોનો ટકરાવ - એકઝિટ પોલના સંકેત પરિણામમાં બદલાશે તો બની શકે છે કે બીજેપી અને ક્ષેત્રીય દળો વચ્ચે ટક્કરમાં કમી આવે અને તે બીજેપી સાથે નિકટતા વધારે પણ પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં શુ થશે. તેનો નિર્ણય ચૂંટણી પછી વાસ્તવિક નંબરોના આવ્યા પછી જ જાણ થઈ શકશે. 
 
9. કોંગ્રેસ સરકારો પર સંકટ - જો પરિણામ એક્ઝિટ પોલની જેમ આવ્યા તો કોંગ્રેસની આવી સરકારો પર સંકટ આવી શકે છે જે ખૂબ જ ઓછા બહુમતથી ચાલી રહે છે કે પછી સહયોગી દળોના સહારે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ સ્થિતિ બની શકે છે કે મઘ્યપ્રદેશમા તો કોગ્રેસની પાસે પોતાની બહુમત જ નથી. 
 
10. બીજેપીનો દબદબો - આ ચૂંટણીમાં એ પણ સંકેત મળ્યા છે કે બીજેપીનો આધાર ફક્ત ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વધી રહ્યો છે. પણ હિન્દી પટ્ટીમાં જરૂર તેના બાકી દળો બૈકફૂટ પર ધકેલી દીધા છે. આવામાં હિન્દી પટ્ટીમાં બીજેપીના વિરુદ્ધ જે પણ દળ છે તે ખૂબ જ નબળા દેખાય રહ્યા છે.