#Main Bhi Chowkidar - PM મોદી આજે દેશના 25 લાખ ચોકીદારોને કરશે સંબોધિત
મેં ભી ચોકીદાર આંદોલન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે દેશના 25 લાખ ચોકીદારોને સંબોધિત કરશે અને તેમની સમસ્યાઓ વિશે જાણશે. આ સાથે મોદી 31 માર્ચના રોજ દેશભરના 500 સ્થળ પર આ શપથ લઈને તેમનુ સમર્થન કરનારા લોકો સાથે સંવાદ કરશે. વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા દેશભરમાં એક સાથે થનારો આ કાર્યક્રમ 2014માં કરવામાં આવેલ ચાય પર ચર્ચા એવો હશે.
પીએમ મોદીનુ આ આંદોલન એક જનઆંદોલન બની ચુક્યુ છે. "મૈ ભી ચોકીદાર" હૈશટૈગ સાથે આ ટ્વીટ અત્યાર સુધી 20 લાખ વાર ટ્વીટ થઈ ચુક્યુ છે અને 1680 કરોડવાર જોવામાં આવ્યુ છે. ભાજપાએ મૈ ભી ચોકીદાર આંદોલનને ચૂંટણી થીમ બનાવી લીધી છે. કેંન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મંગળવારે પ્રેસ કૉન્ફરેંસ કરી 31 માર્ચના રોજ કાર્યક્રમની માહિતી આપી.
કોંગ્રેસ પર વાર કરતા પ્રસાદે કહ્યુ કે એ લોકો જામીન પર છે અને એમની તપાસ ચાલી રહી છે તેમને આ અભિયાનથી તકલીફ થઈ રહી છે કારણ કે તેમની પાસે છિપાવવાનુ ઘણુ બધુ છે. ઓ તેમની પાસે છિપાવવા માટે કશુ નથી તો તેમણે આ આંદોલનમાં સામેલ થવુ ઓઈએ.