સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2024 (19:12 IST)

પ્રચંડ શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યાંઃ કોંગ્રસના ગેનીબેન ભીડ જોઈને રડી પડ્યાં

ganiben
Ganiben of Congress- ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજથી પ્રચંડ શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ભાજપના મનસુખ માંડવિયા અને વસાવા સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. બનાસકાંઠાના ગેનીબેન ટ્રેક્ટર છોડી ક્રેટામાં બેઠા હતા.પોરબંદરથી મનસુખ માડવિયાએ મહાદેવના દર્શન કર્યા બાદ ભવ્ય રોડ શો યોજ્યો હતો. સુરેન્દ્રનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તેમજ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમટેલી ભીડ જઈને રડી પડ્યા હતા.

ગેનીબેન ભીડ જોઈને ભાવુક થઈ ગયાં
બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા કોંગ્રેસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસની સભામાં ગેનીબેને જણાવ્યું કે, હું રાતે વિચાર કરૂ કે ગેની તુ એક ગરીબ ઘરના ઝૂંપડામાંથી આવતી દીકરી આજે આખો જિલ્લો તારા પર ભરોસો રાખીને બેઠો છે અને તને જ્યારે નેતા બનાવી છે ને ત્યારે આખા જિલ્લાએ જે મારા પણ ભરોસો મુક્યો છે ને તે ભરોસાને ડગવા ન દેજે. મારા બનાસકાંઠાને અને મારા નેતૃત્વને ક્યાય આંચ ન આવે તેવી મારી ભગવાનને પ્રાર્થના છે. આટલુ બોલ્યા બાદ ગેનીબેન ઠાકોર રડી પડ્યા હતા અને રડતા રડતા જણાવ્યું કે, હું જ્યારે ગામડે ગામડે ફરૂ ને અને લોકો હાર પહેરાવે ને ત્યારે તેમનું ઋણ મારા પણ છે. લોકસભા એટલે નાની વસ્તુ ના કહેવાય.પેઢીઓને પેઢીઓ ખસી જાય છે તો પણ ટિકિટ નથી મળતી.આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે ભગવાન મારી નાવ તારજે,
 
રોડ શોમાં જનમેદની જોઈને ઋત્વિક મકવાણા ભાવુક થયા
લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. અને પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જો કે, એ પહેલાં સુરેન્દ્રનગરમાં તેમનો રોડ શો યોજાયો હતો. સુરેન્દ્રનગર બસસ્ટેન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધી આ રોડ શો યોજાયો હતો. જેમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમા, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તેમજ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત અન્ય નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો જોડાયા હતા. ઈન્ડિયા ગઠબંધન હોય આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ રોડ શોમાં જોડાયા હતા. આ રોડ શોમાં જનમેદની જોઈને ઋત્વિક મકવાણા ભાવુક થઈ ગયા હતા.