બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Last Updated : શનિવાર, 2 માર્ચ 2024 (16:53 IST)

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાઈ શકે

gujarat loksabha
gujarat loksabha

- ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તે નક્કી
-  65થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ 
-  ગુજરાતમાં 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દેવાયા
-  ગાંધીનગર લોકસભા મતવિસ્તારના  અમિત શાહ અને નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી  આર પાટીલ ની ટિકિટ પાક્કી 

 
લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. આ વખતે ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તે નક્કી છે. ભાજપ નવા ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેમાં વિવાદાસ્પદ જ નહીં 65થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે.


ગુજરાતમાં તાજેતરમાં જ એક માત્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે જ્યારે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એમ બને સિનિયર સાસંદો સિવાય બીજા કોઇની પણ ટિકિટ પાકકી ગણાતી નહીં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગુજરાતમાં ભાજપે એક નવો રાજકીય પરિવર્તન પ્રયોગ હાથ ધર્યો છે. લોકસભાની ચૂંટણી હજુ જાહેર થઇ નથી. આ ઉપરાંત ભાજપે પણ ઉમેદવારોની ઘોષણા કરી નથી તે પહેલાં ગુજરાતમાં 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દેવાયા છે.

ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે ત્યારે આ વખતે ગુજરાતમાં 26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માજીર્નથી જીતવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે.અમદાવાદમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એકમાત્ર અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેત મળ્યા છે. અન્ય બેઠકો પર કોને ટિકિટ મળશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. ચર્ચા છે કે, ગુજરાતમાં વર્તમાન ભાજપના 20થી વધુ સાંસદોને પુન:ટિકિટ મળે તેવી શક્યતા નહીંવત છે. આ વખતે પણ ભાજપ હાઇકમાન્ડ નો રિપીટ થિયરી અમલમાં મૂકીને વર્તમાન સાંસદોને ઘેરભેગા કરવાનું મન બનાવ્યું છે. આ ઉપરાંત આ વખતે તો સિર્ફ મોદી નામ કાફી હે આધારે જ ચૂંટણી લડાશે. આ કારણોસર જ હાઇકમાન્ડ જેને નક્કી કરે તેને વધાવી ભારે લીડ સાથે જીતાડવાનો આદેશ અત્યારથી જ આપી દેવાયો છે. આ જોતાં દાવેદારો પણ ટિકિટનું લોબિંગ કરી શકવાની સ્થિતિમાં નથી.

ગુજરાતમાં દીપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી, શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કીરીટ સોલંકી સહિતના સાંસદો 65થી વધુ વયના છે. આ જોતાં બધાય સાંસદોની વિદાય લગભગ નક્કી છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે. આ ઉપરાંત નારણ કાછડિયા કથિત ધમકી આપવાના કિસ્સામાં વિવાદમાં ઘેરાયેલા છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ડો. ચગની આત્મહત્યા પ્રકરણમાં ચગ્યું હતું.ભરત ડાભી અને મનસુખ વસાવા પક્ષ વિરોધી નિવેદન કરી વિવાદમાં આવી ચૂક્યા છે. ભારતી શિયાળને કેન્દ્રીય સંગઠનમાં સ્થાન મળ્યું છે પરિણામે તેમને ય ટિકિટ મળી શકે તેમ નથી. દીપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી, શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કીરીટ સોલંકી, ભારતીબેન શિયાળ, રાજેશ ચુડાસમા, દેવુસિંહ ચૌહાણ, ડૉ. મહેન્દ્ર મુજપરા, વિનોદ ચાવડા, રમેશ ધડુક, મોહન કુંડારિયા, રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, મિતેષ પટેલ, હસમુખ પટેલ, કે.સી.પટેલ આ વખતે ભાજપ હાઇકમાન્ડે રાજ્યસભા અને લોકસભા સાંસદોને ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે ભાવનગર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ચૂંટણી લડે તેવી શક્યતા જોવાઇ રહી છે.