સલમાન ખાનના જીજાજીને વડોદરામાં કેટલો દંડ ભરવો પડ્યો?
બોલીવુડની અપકમિંગ ફિલ્મ લવરાત્રિના અભિનેતા આયુષ શર્મા અને અભિનેત્રી વારીના હુસૈને સોમવારે સાંજે વડોદરામાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન સલમાનના જીજાજી આયુષ શર્માએ હેલ્મેટ પહેર્યા વગર એક્ટિવા ચલાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડોદરા પોલીસ રાત્રે હોટલ પર જઈને અભિનેતાને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. લવરાત્રી ફિલ્મનું શૂટિંગ વડોદરા ખાતે આવેલ અલગ-અલગ લોકેશન પર કરવામાં આવ્યું છે. લવરાત્રી ફિલ્મની સ્ટાર કાસ્ટ આયુષ શર્મા અને વારીના હુસૈન છોગાળા સોંગ લોન્ચ કરવા માટે બે દિવસ માટે વડોદરા શહેરના મહેમાન બન્યાં છે. સોમવારે ફિલ્મની એક્ટર આયુષ શર્મા અને એક્ટ્રેસ વારીના હુસૈને એક્ટિવા પર રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન ફિલ્મના એક્ટર આયુષ શર્માએ હેલ્મેટ પહેર્યા વગર જ એક્ટિવા ચલાવી હતી અને ફિલ્મની અભિનેત્રી વારીના હુસૈન તેની પાછળ બેઠી હતી. આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થતા વડોદરા ટ્રાફિક પોલીસે રાત્રે હોટલ પર પહોંચીને ફિલ્મના એક્ટર આયુષ શર્માને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.