શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2019 (09:09 IST)

સ્વાસ્થ્ય અધિકારીઓએ આપી ચેતાવણી, LED ની રોશનીથી આંખોને થઈ શકે છે નુકશાન

કહેવાતા પર્યાવરણ અનુકૂળ એલઈડી(LED) લાઈટ પોતાની આંખોને સ્થાયી રૂપથી નુકશાન પહોંચાડી શકે છે. આ સંબંધમાં કરવામાં આવેલ એક અભ્યસમાં આ વાત સામે આવી છે કે લાઈટ અમિટિંગ ડાયોડ (એલઈડી)  લાઈટ વ્યક્તિની આંખોની રિટિનાને એવુ નુકશાન પહોંચાડી શકે છે. જેની ક્યારેય ભરપાઈ નથી થઈ શકે. 
 
એલઈડી કિરણોમાં સતત રહેવાથી જો એક વાર રેટિનાની કોશિકાઓને નુકશાન પહોંચી જાય તો તેને ઠીક નથી કરી શકાતુ. થિંકસ્પેન ડોટ કોમે આ સમાચાર આપ્યા છે.  
 
કમ્યુટર, મોબાઈલ, ટીવી સ્ક્રીન અને ટ્રૈફિક લાઈટોને છેવટે એલઈડી લાઈટમાં બદલાતા જોતા આવનારા સમયમાં એલઈડી દ્વારા થનારા વિકિરણને કારણે વિશ્વ સ્તર પર આંખોની બીમારી એક મહામારીનુ રૂપ લઈ શકે છે. 
 
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે નીલી રોશની ચમકને ઓછે કરવા માટે ઉપકરણોમાં ફિલ્ટર લગાવવાની જરૂર છે. મૈડ્રિડના કમ્પલ્યુટેંસ યૂનિવર્સિટીની શોઘકર્તા ડો. સેલિયા સાંચેજ રામોસ કહે છે કે માણસોની આંખો વર્ષમાં લગભગ છ હજાર કલાક ખુલી રહે છે અને મોટાભાગના સમયે કુત્રિમ પ્રકાશનો સામનો કરે છે. તેથી રામોસ કહે છે કે આ નુકશાનથી બચવા માટે સર્વશ્રેષ્ઠ રીત એ જ છે કે દુષ્પ્રભાવને ઓછો કરવા માટે થોડા થોડા સ્મય પછી તમારી આંખોને બંધ કરો.