1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2019 (13:04 IST)

ખાવાના શોખીન છો તો અહીં જોવાવો દમ, આ પરાંઠાને ખાવા પર મળશે 1 લાખ રૂપિયા

offbeat story
50 મિનિટમાં 3 પરાઠા ખાશો તો જીવનભર જમવાનુ ફ્રી 
 
નમસ્કાર વેબદુનિયાના સમાચાર જરા હટકેમાં આપનુ સ્વાગત છે..  મિત્રો પરાઠાનુ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને તેમાય પરાઠાયમાં બટાકાના પરાઠા , ડુંગળીના પરાઠા  કોબીજના પરાઠા  પનીર પરાઠા અને ન જાણે કેટલી વેરાયટી હોય છે  જે ખાવાના શોખીનોના પેટ ભરવા માટે પૂરતી છે..  જો ખાવારા શોખીનોને એવુ કહેવામાં આવે કે 50 મિનિટમાં 3 પરાઠા ખાશો  જીદગીભર જમવાનુ ફ્રી મળશે.. સાભળીને કોઈપણ તૈયાર થઈ જશે. અને સાથે જ 3 પરાઠા ખાઈ લો તો  1 લાખ કેશ મળવાની છે તો ટ્રાય કરવાથી કોણ પાછળ રહેશે ભલા.. આ ઓફર છે દિલ્હી બાયપાસ પર આવેક તપસ્યા પરાઠા જંક્શન પર.. અહી ત્રણ પરાઠા ખાશો તો  એક લાખ રૂપિયાનો ઈશ્યોરેંસ. એક લાખ રૂપિયા કેશ અને જીવનભર ફ્રી જમવાનુ આપવાનુ અનોખુ ઈનામ મુકવામાં આવ્યુ છે. પણ સાથે જે એ પણ જાણી લો કે તેમની શરત શુ છે. પરાઠાની સાઈઝ 1 ફુટ 10 ઈંચ અને એક પરાઠાનુ વજન એક કિલો છે. અને આ પરાઠા તમને 50 મિનિટમાં ખાવાનો છે. 30 પ્રકારના પરાઠામાંથી તમે તમારી મરજીનો પરાઠો સિલેક્ટ કરી શકો છો. આ પરાઠા દેશી ઘી માં બનેલા હોય છે . એ જ કારણ છે કે 3 પરાઠાની શરત લગાવીને બેસેલા લોકો એક જ પરાઠામાં ઠુસ્સ થઈ જાય છે. 
 
હા પણ એવુ નથી કે અત્યાર સુધી કોઈ પણ આ શરત જીતી નથી શક્યુ.. એક રોહતક અને એક મધ્યપ્રદેશથી વિજેતા રહી ચુકેલા બે લોકોએ પડકાર પુરો કરી ઈનામ મેળવી લીધુ છે.  અહી દૂર દૂરથી લોકો પરાઠાની સાઈઝ અને તેની અનોખી શરતને કારણે ખેંચ્યા ચાલ્યા આવે છે. ..   આ અનોખા ચેલેંજને કારણે સોશિયલ મીડિયા પર પણ આ દુકાન વાયરલ થઈ ચુકી છે. 
 
જો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો અને હા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનુ ભૂલશો નહી..