સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: બુધવાર, 28 એપ્રિલ 2021 (12:35 IST)

વિકટ પરિસ્થિતિમાં મદદ - 85 વર્ષના કોરોના પીડિતે 40 વર્ષના દર્દી માટે બેડ છોડ્યુ, બોલ્યા - મે મારી જીંદગી જીવી લીધી, 3 દિવસ પછી મોત

કોરોનાની બીજી લહેરમાં જ્યા લોકોને બેડ, ઓક્સીજન અને જરૂરી દવાઓ નથી મળી રહી, આવી સ્થિતિમાં 85 વર્ષના એક વૃદ્ધે જીવ જતા પહેલા જીંદાદીલી અને મદદની એક એવી મિસાલ રજુ કરીને ગયા જે દરેકને યાદ રહેશે.  મહારાષ્ટ્રના નાગપુરના નારાયણ ભાઉરાવ દાબાડકર(85) હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન એક મહિલા 40 વર્ષના પોતાના પતિને લઈને હોસ્પિટલ પહોંચી, પણ હોસ્પિટલે દાખલ કરવાની ના પાડી દીધી. કારણ કે બેડ ખાલી નહોતો. મહિલા ડોક્ટર સામે કરગરી રહી હતી. 
 
આ જોઈને દાભાડકરે પોતાનો બેડ એ મહિલાના પતિને આપવા માટે હોસ્પિટલ તંત્રને ભલામણ કરી દીધી. તેમણે કહ્યુ, મે મારી જીંદગી જીવી લીધી છે. મારી વય હવે 85 વર્ષની છે. આ મહિલાનો પતિ યુવાન છે. તેના પર પરિવારની જવાબદારી છે. તેથી મારો બેડ આપી દેવામાં આવે. 
 
હોસ્પિટલમાંથી પરત ફરવાના 3 દિવસ પછી નિધન 
 
દાભાડકરે ભલામણ કરતા હોસ્પિટલના વહીવટીતંત્રએ તેમના પાસેથી એક કાગળ પર લખાવ્યુ, હુ મારો બેડ બીજા દર્દી માટે સ્વેચ્છાએ ખાલી કરી રહ્યો છુ ત્યારબાદ દાભાડકર ઘરે પરત અઅવ્યા. પણ તેમની તબિયત બગડતી ગઈ અને 3 દિવસ પછી તેમનુ નિધન થઈ ગયુ. 
 
દાભાડકરને થોડા દિવસ પહેલા જ કોરોના થયો હતો. તેમનુ ઓક્સીજન લેવલ 60 સુધી આવી ગયુ હતુ. તેમના જમાઈ અને પુત્રી તેમમે ઈંદિરા ગાંધી સરકારી હોસ્પિટલ લઈ ગયા. ત્યા ખૂબ મુશ્કેલીથી બેડ મળ્યો. પણ દાબાડકરે હોસ્પિટલથી ઘરે આવ્યા જેથી એક યુવાનને બેડ મળી શકે. 
 
બાળકોમાં ચોકલેટ ચાચાના નામથી જાણીતા હતા દાભાડકર 
 
તેમના પરિજન શિવાની દાણી-વાખારેએ જણાવ્યું હતું કે, દાભાડકર  બાળકોમાં ચોકલેટ વહેંચતા હતા. તેથી જ બાળકો તેમને ચોકલેટ ચાચા કહેતા હતા. આ જ ચોકલેટ મીઠાશ તેમના જીવનમાં હતી. તેથી જ અંતિમ સમયે પણ તેઓ સેવાના યજ્ઞમાં સમિધા બન્યા