બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 30 ડિસેમ્બર 2024 (13:48 IST)

UP CCTV Viral Video : પહેલા 15 મિનિટ હનુમાનજીની કરી પૂજા, પછી કરી મંદિરમાંથી ચાંદીના મુગટની ચોરી

Temple Hanuman mukut
Temple Hanuman mukut
Temple Hanuman mukut Chori: ઉત્તર પ્રદેશના મિર્જાપુરમાં એક મંદિરમાં ચોરે હેરાન કરનારી ઘટનાને અંજામ આપ્યો. ચોરે મંદિરમાં 15 મિનિટ સુધી બેસીને પૂજા કરી અને પછી હનુમાનજીનો ચાંદીનો મુગટ ચોરીને ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટનાનો CCTV ફુટેજ સામે આવ્યો છે. હાલ પોલીસ CCTV ફુટેજના આધારે ચોરને શોધવાની કોશિશ કરી રહી છે. 
 
ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના ઔરાઈ કોતવાલી વિસ્તારના સહસેપુર સ્થિત હનુમાન મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરમાં આવેલા હનુમાનજીના માથામાંથી કોઈ અજાણ્યો વ્યક્તિ આશરે 1 કિલો વજનનો ચાંદીનો મુગટ ચોરીને ભાગી ગયો હતો. આ ઘટના ભદોહી અને મિર્ઝાપુરની બોર્ડર પર સ્થિત મંદિરમાં બની હતી અને આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
 
મળતી માહિતી મુજબ મંદિરના પુજારી દીપક અને અશોક દુબેએ જણાવ્યુ કે શુક્રવારે તેઓ પૂજા-પાઠ અને હનુમાનજીનો શ્રૃંગાર કરીને ઘરે ગયા હતા. બપોરે મંદિરના કપાટ બંધ કરવા ગયા તો જોયુ કે મુગટ નહોતો. હનુમાનજીના માથે લાગેલ મુગટ પૂર્વ મંત્રી રંગનાથ મિશ્રએ 4 વર્ષ પહેલા ભેટ કર્યો હતો. ચોરી થયા બાદ ચોરીની સૂચના 200 મીટર દૂર ટેઢવા ચોકી પર આપવામાં આવી 
 
CCTV ચેક કરતા દેખાયો ચોર 
બીજી બાજુ ચોકી ઈંચાર્જ સુનીલ કુમારે જણાવ્યુ કે સૂચના મળતા જ અમે ઘટના સ્થળ પર શોધખોળ કરી. CCTV ફુટેજ ચેક કર્યા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર લગભગ 15 મિનિટ સુધી મંદિરમાં હાજર રહ્યો અને પૂજા કરી. તક જોઈને તેણે મંદિરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો. આ દરમિયાન પૂજા કરવા આવેલા વ્યક્તિને જોઈને તે બહાર આવીને મંદિરના વરંડામાં બેસી રહ્યો.  પૂજા કરવા આવેલ વ્યક્તિ જેવો બહાર ગયો, તેણે તકનો લાભ ઉઠાવીને હનુમાનજીના માથા પરનો ચાંદીનો મુગટ કાઢીને પોતાની થેલીમાં રાખ્યો. આ પછી તે મંદિરમાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.