રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 25 ડિસેમ્બર 2023 (09:22 IST)

Christmas 2023: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ

Christmas tree
Christmas Tree Importance and History: આજે 25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવશે. નાતાલના તહેવાર પર, ભગવાન ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ પ્રેમ અને સંવાદિતા સાથે ઉજવવામાં આવે છે. નાતાલ એ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે, પરંતુ સમય જતાં દરેક ધર્મ અને વર્ગના લોકોએ તેને ખૂબ જ ધામધૂમથી ઉજવવાનું શરૂ કર્યું છે. આ દિવસે લોકો કેક કાપીને નાતાલની મજા માણે છે અને એકબીજાને ભેટ પણ આપે છે. આ તહેવારમાં કેક અને ગિફ્ટ્સ સિવાય બીજી એક વસ્તુનું પણ વિશેષ મહત્વ છે, તે છે ક્રિસમસ ટ્રી. નાતાલના તહેવાર પર લોકો પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રી લગાવે છે. તેને રંગબેરંગી લાઈટો અને રમકડાંથી પણ શણગારવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે નાતાલના તહેવાર પર ક્રિસમસ ટ્રીનું આટલું મહત્વ કેમ છે? આવો જાણીએ આ વિશેની એક રસપ્રદ વાત.
 
ક્રિસમસ ટ્રીનો ઇતિહાસ
વાસ્તવમાં ક્રિસમસ ટ્રીને લઈને અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર, તેની શરૂઆત 16મી સદીના ખ્રિસ્તી સુધારક માર્ટિન લ્યુથરે કરી હતી. માર્ટિન લ્યુથર 24 ડિસેમ્બરની સાંજે એક બરફીલા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, જ્યાં તેણે એક સદાબહાર વૃક્ષ જોયું. વૃક્ષની ડાળીઓ ચાંદનીના પ્રકાશથી ચમકી રહી હતી. આ પછી માર્ટિન લ્યુથરે પણ પોતાના ઘરે એક સદાબહાર વૃક્ષ લગાવ્યુ અને તેને નાની મીણબત્તીઓથી સજાવ્યું. આ પછી, ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના સન્માનમાં, તેમણે આ સદાબહાર વૃક્ષને પણ શણગાર્યું અને મીણબત્તીના પ્રકાશથી આ વૃક્ષને પ્રકાશિત કર્યું. એવું માનવામાં આવે છે કે ક્રિસમસ ટ્રી લગાવવાની પરંપરા ત્યારથી શરૂ થઈ હતી.
 
ક્રિસમસ ટ્રી સાથે જોડાયેલી બાળકોના બલિદાનની સ્ટોરી 
 
ક્રિસમસ ટ્રી સાથે સંબંધિત બીજી વાર્તા 722 ઇસવી ની છે. એવું કહેવાય છે કે ક્રિસમસ ટ્રીને સજાવવાની પરંપરા સૌપ્રથમ જર્મનીમાં શરૂ થઈ હતી. એકવાર જર્મનીના સેન્ટ બોનિફેસને ખબર પડી કે કેટલાક લોકો એક વિશાળ ઓકના ઝાડ નીચે બાળકની કુરબાની આપશે. સેન્ટ બોનિફેસને આ અંગેની માહિતી મળતાં જ તેમણે બાળકને બચાવવા માટે ઓકનું ઝાડ કાપી નાખ્યું.  આ પછી, તે જ ઓક વૃક્ષના મૂળની નજીક એક ફર વૃક્ષ અથવા પાઈન વૃક્ષ ઉગી નીકળ્યું. લોકો આ વૃક્ષને ચમત્કારિક માનવા લાગ્યા. સેન્ટ બોનિફેસે લોકોને કહ્યું કે તે એક પવિત્ર દૈવી વૃક્ષ છે અને તેની શાખાઓ સ્વર્ગ તરફ નિર્દેશ કરે છે. એવું માનવામાં આવે છે કે ત્યારથી લોકો દર વર્ષે ભગવાન ઇસુના જન્મદિવસ પર તે પવિત્ર વૃક્ષને શણગારવા લાગ્યા.