ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

સૂપર મેંગો મજા

N.D
સામગ્રી - પાકી કેરીનો ગૂદો - 3 વાડકી, દૂધ 4 વાડકી, ક્રીમ - 3 વાડકી, કોર્નફ્લોર 2 મોટી ચમચી, ખાંડ 12 મોટી ચમચી, ચાઈના ગ્રાસ - 4 ગ્રામ.

બનાવવાની રીત - સૌ પહેલા દૂધને ઉકાળો. બીજી વાડકીમા દૂધમાં કોર્નફ્લોર, ખાંડ ભેળવો અને તેને ઉકળતા દૂધમાં નાખો. ઘટ્ટ થતા સુધી તેને ઉકાળો. હવે એક વાડકીમાં પાણીમાં ચાઈના ગ્રાસને 5 મિનિટ સુધી પલાળો. હવે એ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યા સુધી એ એક મોટી ચમચી ન બની જાય ઠંડુ થાય કે તેને ઠંડા દૂધમાં મિક્સ કરો. તેમા પાકી કેરીનો ગૂદો નાખીને ફેંટો અને ફ્રિજમાં ઠારવા મૂકી દો. જ્યારે એ અડધુ ઠરી જાય ત્યારે તેમા ક્રીમ નાખીને ફરી ફેંટો આ રીતે 3-4 વાર કાઢીને ફેટો અને ફ્રિજમાં મુકો. સારી રીતે જામી જાય ત્યારે સર્વ કરો.