બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: હાવડા , સોમવાર, 21 એપ્રિલ 2008 (21:52 IST)

હાવડા હોસ્પિટલમાં આગ, દર્દીઓમાં દોડધામ

હાવડા. હાવડાના જિલ્લા હોસ્પિટલમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલમાં આગે દેખા દેતાં દર્દીઓ તથા તેઓના સગા-સંબંધીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટરો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, હાવડા જિલ્લા હોસ્પિટલના કોમ્પ્યુટર રૂમમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કોમ્પ્યુટર રૂમમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને સમગ્ર હોસ્પિટલને પોતાની લપટોમાં લઈ લીધુ હતુ. આગથી બચવા માટે દર્દીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઉપરાંત તેઓના સગા-સંબંધીના જીવ તાળવે ચોંટ્યા હતા.

હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓને જોવા આવેલા લોકોએ તેઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગના આ બનાવમાં થયેલા નુકસાનનો આંક હજી સુધી બહાર આવ્યો નથી. અલબત્ત, ફાયરબ્રિગેડે આગ લાગવા પાછળના કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે.