રવિવાર, 16 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બગદાદ , સોમવાર, 18 ઑગસ્ટ 2008 (12:23 IST)

બગદાદમાં આત્મઘાતી હુમલો, 15નાં મોત

બગદાદની એક સુન્ની મસ્જિદની નજીક થયેલા એક આત્મઘાતી હુમલામાં 15 લોકોનાં મોત થયા છે. આ હુમલામાં આત્મઘાતીએ બોમ્બની સાથે પોતાની જાતને ઉડાડી દીધી હતી. આ હુમલામાં 30 લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓનાં જણાવ્યામુજબ ઉત્તરી બગદાદનાં અધામિયા જિલ્લામાં આવેલ અબુ હનીફા નામની સુન્ની મસ્જિદ નજીક ચેકીંગ પોઈન્ટ નજીક આત્મઘાતીએ પોતાની જાતને ઉડાવી મુકી હતી. છેલ્લાં ઘણાં લાંબા સમય બાદ ઈરાકમાં ફરીથી આત્મઘાતી હુમલા તેજ બન્યા છે.