સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2024 (15:04 IST)

1300 રૂપિયામાં મળે છે એક વાડકી દાળ, જેમા લાગે છે ગોલ્ડનો તડકો, બોડી પર શુ થાય છે અસર?

golden tadka dal
golden tadka dal
 
 Gold Tadka Dal: ખાવાના શોખીન વ્યંજનોમાં અનેક પ્રયોગ કરે છે. ભારતીય મીઠાઈઓ અને અન્ય ખાવાની વસ્તુઓમાં ગોલ્ડ અને ચાંદીના વર્કનો ઉપયોગ કરવામાં આવે છે.  આ જ રીતે એક સ્થાન એવુ છે જ્યા ખાવા માટે દાળમાં 24 કેરેટ ગોલ્ડનો તડકો લગાવવામાં આવી રહ્યો છે. તેને બનાવનાર બીજુ કોઈ નહી પણ ફેમસ શેફ રણવીર બરાર છે.  રણવીર દેશભરમાં ખૂબ ફેમસ છે. સોશિયલ મીડિયા પર તેમના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. 

 
દુબઈના રેસ્ટોરેંટમાં પીરસવામાં આવી રહી છે દાળ 
ઉલ્લેખનીય છે કે આ ગોલ્ડ દાળ રણવીર બરાના દુબઈ સ્થિત Kashkan Restaurant માં પીરસવામાં આવી રહી છે. વર્તમાન દિવસોમાં ઈંટરનેટ પર તેનો વીડિયો વાયરલ છે એક ફૂડ બ્લોગરે તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર શેયર કર્યો છે.  એક ફૂડ બ્લોગરે તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર શેયર કર્યો છે. લોકો આ વીડિયો પર ખૂબ કમેંટ કરી રહ્યા છે.  વીડિયોમાં દાળનો સ્વાદ અને તેનાથી થનારા ફાયદા અને નુકશાન પર ચર્ચા કરી રહ્યા છે.  એક યૂઝરે લખ્યુ કે ઈંડિયામાં ગોલ્ડની કિમંત સતત વધી રહી છે. અહી તો પહેરવા માટે મળી નથી  રહ્યુ અને તમે તેને ખાઈને ખતમ કરી રહ્યા છો. 
 
 
એક વાડકી દાળની કિમંત 1300 રૂપિયા 
મળતી માહિતી મુજબ એક વાડકી આ ગોલ્ડ તડકા દાળની કિમંત 1300 રૂપિયા છે. તેને બનાવવામાં દેશી ઘી યૂઝ કરવામાં આવે છે. આ પીરસવાની રીત પણ અનોખી છે. તેને લાકડીના નાના બોક્સમાં મુકવામાં આવે છે. વેટર તમને તે ખોલીને હેલા આ દાળના ઈગ્રેડિએંટ્સ વિશે બતાવે છે પછી તમારા ટેબલ પર પીરસે છે.  ભારતની દાળને દુબઈમાં ફેમસ કરવાની આ અનોખી રીત છે. 
 
હ્ય્મન બૉડી પર શુ પ્રભાવ 
સોના અને ચાંદીના વર્કનુ ઈંડિયામાં ખાવામાં લાંબા સમયથી યુઝ કરવામાં આવે છે. પણ તેનો હ્યુમન બોડી પર શુ પ્રભાવ પડે છે. તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. કશુ પણ થાય લોકો સોશિયલ મીડિયા પર ચટકારા લઈને તેના વિશે વાત કરીને આનંદ લઈ રહ્યા છે.