રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : સોમવાર, 4 માર્ચ 2024 (14:54 IST)

રાહુલ ગાંધીની યાત્રા પહેલા કોંગ્રેસને ઝટકો, ભાજપે પાર પાડ્યું ઓપરેશન અંબરીશ ડેર

Congress Ex Mla Ambarish Der Left Congress To Join Bjp Ahead Of Rahul Gandhi Yatra
Congress Ex Mla Ambarish Der Left Congress To Join Bjp Ahead Of Rahul Gandhi Yatra


-  ડેર રાજીનામું આપે તે પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા
-  સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું
-  આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે


ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અંબરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે. માત્ર એટલું જ નહીં, આ વાત તેઓ બબ્બેવાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે. જો કે આમ છતાં અંબરીશ ડેર ભાજપમાં જોડાવા માટે અવઢવમાં હતા અને કોંગ્રેસને રામ રામ કર્યા નહોતા. પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.
resignation of Ambarish Der
resignation of Ambarish Der



આજે સવારે એક તરફ અંબરીશ ડેરની પાટીલ સાથે બેઠક ચાલી રહી હતી તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, અંબરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ ડેર રાજીનામું આપે તે પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.આજે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં અંબરીશ ડેરના ઘરે પાટીલ સાથે મુલાકાત થઈ છે. આ સમયે માયાભાઈ આહિર પણ ત્યાં હાજર હતા. આ મિટિંગમાં ક્યારે રાજીનામુ આપી ક્યારે જોડાવવું એ બધું અત્યારે નક્કી થઇ રહ્યું છે. તેમજ ભાજપમાં જોડાવવા માટે માયાભાઈએ મનાવ્યા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
resignation of Ambarish Der
resignation of Ambarish Der

નવેમ્બર 2021માં અમરેલીમાં આયોજીત એક સામાજિક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે એક નિવેદન કરી રાજુલાના કૉંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેરને પંપાળવાનો પ્રયાસ કર્યો હતો. પાટીલે હસતા હસતા કહ્યું હતું કે, ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે. સાથે કહ્યું હતું કે, આપણે બસમાં બેસતા ત્યારે કેમ રૂમાલ મૂકી જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી મૂકી છે. પાટીલના નિવેદન બાદ અંબરીશ ડેરે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે.