સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 મે 2018 (15:06 IST)

ઈ મેમોનો દંડ ભરવામાં અમદાવાદીઓ નિરસ, 10,500ની સામે 1188 ઈ-મેમોનો રૂ. 1.80 લાખનો જ દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો

રાજ્યના ચાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારવા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 15 એપ્રિલથી ઈ-મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અમદાવાદીઓને છેલ્લા22  દિવસમાં ટ્રાફિક પોલીસે 10,500  જેટલા ઈ-મેમો ફટકાર્યા છે. પરંતુ માત્ર 1188 ઈ-મેમોનો રૂ. 1.80  લાખનો જ દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં 80થી વધુ જંકશનો ઉપર 229 કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ 22 દિવસમાં ટ્રાફિક પોલીસે 10,500  જેટલા ઈ-મેમો  વાહનચાલકોને મોકલી ચૂકી છે. પરંતુ અમદાવાદીઓ હજી પણ દંડ ભરવામાં નીરસતા દાખવી રહ્યા છે. 10,500 માંથી  ફક્ત માત્ર 1188  જેટલા જ ઈ-મેમોનો દંડ ટ્રાફિક પોલીસને મળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 15 એપ્રિલથી ૬મે સુધીમાં ટ્રાફિક પોલીસને 1,80,300 દંડ મળ્યો છે, જેમાં બેંકમાં 16,700અને ઓનલાઈન 1,98,799તેમજ પોલીસ સ્ટેશનમાં 53,800નો દંડ ફટકાર્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારાદરરોજ 600થી 700 જેટલા ઈ-મેમો ફટકારવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં ઈ મેમોનો નિયમ નેવે મુક્યો હોય એમ દંડ જ નથી ભરતા. આ મેમોમાંથી 70 ટકા મેમો તો ટ્રાફિક સિગ્નલપે સ્ટોપ લાઈન તોડનારને જ આપવામાં આવે છે. તો બીજી તરફ ડાર્ક ફિલ્મ, બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવવા બદલ, હેલ્મેટ વગર, ફેન્સી નંબર તેમજ મોબાઈલનો ઉપયોગ કરવા બદલ પણ ઈ-મેમો  આપ્યા છે. ટ્રાફિક પોલીસનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ ઘણા લોકો વાહન વહેંચ્યા બાદ આરટીઓમાં નામ ટ્રાન્સફર ના કરાવવાને કારને ઈ-ચલણ જૂના માલિકને ઈશ્યુ થઇ જાય છે. આ જ સમસ્યાને કારણે ઘણા ઈ-મેમોના દંડ ટ્રાફિક પોલીસને મળ્યા નથી. એક વાહનચાલક ટ્રાફિક નિયમ તોડતાં પાંચ વાર દંડાય છે તો તે વાહનચાલકનું લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. ભયજનક ગતિથી વાહન ચલાવવા બદલ પણ લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. ઈ-મેમો નહીં ભરનાર સામે એન.સી (જાણવાજોગ) ફરિયાદની કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસમાં વિચારણા ચાલી રહી છે.