બળાત્કાર બાદ બાળકીની હત્યા !
શહેરમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પાછળ સાબરમતી નદીના પટ્ટમાંથી 6 વર્ષીય બાળકીની બળાત્કાર બાદ હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા હવેલી પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગતવાર માહિતી અનુસાર સોમવારે સવારે નદીના પટમાંથી સ્થાનિક રહિશોને એક બાળકીની લાશ મળી આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. જાણ થતા પીઆઈ જી.એચ. ખાન સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રથમિક તપાસમાં પોલીસે ખુલાસો કર્યો હતો કે બાળકી પર પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને બાદમાં તેની હત્યા કરવામાં આવી છે. આ બાળકીનું નામ પોલીસે રૂબીના જાહેર કર્યુ છે. હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.