શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Updated : શનિવાર, 23 નવેમ્બર 2024 (11:39 IST)

મહારાષ્ટ્રની જનતા બેઈમાન નથી, પરિણામમાં કંઈક તો ગડબડ છે, ચૂંટણી પરિણામો પર સંજય રાઉતનો મોટો આરોપ

sanjay raut
Maharashtra Election Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ સામે આવી રહ્યા છે. રાજ્યમાં 288 વિધાનસભા સીટો માટે થયેલ ચૂંટણીમાં ભાજપાના નેતૃત્વવાળી મહાયુતિ પ્રચંડ બહુત મેળવીને આગળ વધી રહી છે.  હવે આ ચૂંટણી પરિણામને જોઈને શિવસેના યૂબીટી  નેતા સંજય રાઉત ભડકી ગયા છે.  તેમણે પરિણામ પર સવાલ ઉભા કરતા કહ્યુ કે ચૂંટણીમાં કંઈક તો ગડબડ છે.  તેમણે સ્પષ્ટ રૂપે કહી દીધુ છે કે તેમને પરિણામ મંજૂર નથી. સંજય રાઉતે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાને પણ આ પરિણામ કબૂલ નહી રહે. 

 
કપટ કારિસ્તાની કરવામાં આવી - સંજય રાઉત 
શિવસેના યૂબીટીના નેતા સંજય રાઉતે આગળ કહ્યુ છે કે મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય નથી હોઈ શકતો. અમે જાણીએ છીએ કે લોકો શુ ઈચ્છે છે.  સંજય રાઉતે કહ્યુ કે બે દિવસ પહેલા ગૌતમ અદાણી વિરુદ્ધ લાંચ કેસમાં વોરંટ કાઢ્યો છે. તેમા ભારતીય જનતા પાર્ટીની પોલ ખુલી ગઈ છે. જેના પરથી ધ્યાન હટાવવા માટે કપટ કારસ્તાની કરવામાં આવી છે. જેની તૈયારી પહેલાથી જ ચાલી રહી છે. મહારાષ્ટ્ર મુંબઈ ગૌતમ અદાણીના ખિસ્સામાં જઈ રહ્યુ છે અને અમે તેનો વિરોધ કર્યો છે. તેથી આવા પરિણામ મહારાષ્ટ્ર પર થોપવામાં આવ્યુ છે.  
 
પરિણામમાં ગડબડી છે - સંજય રાઉત 
સંજય રાઉતે કહ્યુ છે કે જનતાનો નિર્ણય હોઈ જ નથી શકતો. તેમનુ મન અમને ખબર છે. સંજય રાઉતે આગળ કહ્યુ કે લોકસભા ચૂંટણીના સમયે પણ અમારે માતે વધુ સારુ થવાનુ હતુ પણ અમારી 4-5 સીટો ચોરી કરવામાં આવી હતી. સંજય રાઉતે કહ્યુ કે એકનાથ શિંદે એ કહ્યુ હતુ કે તેમનો એકપણ સીટિંગ ધારાસભ્ય નહી પડે. આ કયો વિશ્વાસ છે. 
 
પરિણામ મંજુર નથી - સંજય રાઉત 
સંજય રાઉતે સવાલ ઉઠાવતા કહ્યુ કે 200થી વધુ સીટો કોઈને મળી શકે ખરી ? આ કયુ લોકતંત્ર છે. સંજય રાઉતે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતા સાથે બેઈમાની થઈ છે. રાઉતે આગળ કહ્યુ કે આ પરિણામ મંજુર નથી અને આ જનતાને પણ મંજુર નથી. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને 60 સીટો મળે છે અજિત પવારને 40 સીટો મળી રહી છે આ શક્ય બની જ શકતુ નથી