સંબંધિત સમાચાર
- Vidhansabha Elections Updates - મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22% અને ઝારખંડમાં 67.59% ટકા મતદાન
- Maharashtra Assembly Election Live: MVA 160 બેઠકો જીતવાની અપેક્ષા છે, જીતેન્દ્ર આહવાડે પોતાનો મત આપ્યા પછી કહ્યું?
- Jharkhand Assembly Election 2024 - ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, પ્રથમ તબક્કામાં 528 ઉમેદવારોનું ભાવિ દાવ પર
- મહારાષ્ટ્રની 288 બેઠકો પર આજે મતદાન, કાકા-ભત્રીજા, ઉદ્ધવ-શિંદે અને BJPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર
- Cash-for-votes - મહારાષ્ટ્રમાં Cash for Vote ના મામલે FIR, બીજેપી નેતા વિનોદ તાવડે પર વોટર્સને પૈસા વહેચવાનો આરોપ
Phalodi Satta Bazar Prediction: મહારાષ્ટ્રમાં કોણ જીતશે, ફલૌદી સટ્ટા બજારના અનુમાને સૌને ચોકાવ્યા
Maharashtra Assembly Election 2024 Exit Poll: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન પ્રક્રિયા ખતમ થઈ ચુકી છે. હવે વારો ચૂંટણી પરિણામોનો છે. 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં કોણે બહુમત મળશે આ તો 23 નવેમ્બરના રોજ સ્પષ્ટ થઈ જશે. પણ પરિણામ પહેલા અટકળોનુ બજાર ગરમ છે.
એક્ઝિટ પોલ ઉપરાંત સટ્ટા બજાર પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આ કડીમાં ફલૌદી સટ્ટા બજારના આંકડા સામે આવ્યા છે. આ આંકડા પર નજર નાખીએ તો ભારતીય જનતા પાર્ટી (BJP) મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે. રાજ્યમાં બીજેપીને એકલાને જ 90 થી 95 સીટો મળી શકે છે.
શિવસેના શિંદે ગુટને મળી શકે છે લગભગ 40 સીટ
બીજેપી પછી તેમની ગઠબંધન સહયોગી શિવસેના(શિંદે જૂથ)પાર્ટીને 36 થી 40 ટકા સીટો મળી શકે છે. મહાયુતિ ગઠબંધનમાં જ સામેલ ત્રીજુ દળ એનસીપી (અજીત જૂથ) 12 થી 16 સીટો પર જીત નોંધાવી શકે છે. ફલૌદી સટ્ટા બજારની માનીએ તો મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન 142-151 સીટો પર જીત સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે.
બીકાનેર સટ્ટા બજાર અને મહાદેવ ઓનલાઈન સટ્ટા બજારના આંકડા
ફલૌદી સટ્ટા બજારથી અલગ બીકાનેર સટ્ટા બજાર અને મહાદેવ ઓનલાઈન સટ્ટા બજારે પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો પર કંઈક અનુમાન લગાવ્યો છે. જેમા પણ ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળી મહાયુતિ ગઠબંધન ને બહુમત મળવાની વાત છે. ટૂંકમાં મહાગઠબંધનની સરકાર બની રહી છે. આ બંને સટ્ટા બજારોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે સીટોનો ઘણો ઓછો તફાવત રહેશે. આ ઉપરાંત અપક્ષ અને નાના પક્ષો પણ રાજ્યમાં પોતાની હાજરી નોંધાવશે.

