રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Updated :પાલઘર , મંગળવાર, 19 નવેમ્બર 2024 (19:01 IST)

Cash-for-votes - મહારાષ્ટ્રમાં Cash for Vote ના મામલે FIR, બીજેપી નેતા વિનોદ તાવડે પર વોટર્સને પૈસા વહેચવાનો આરોપ

vinod tawde
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને ભાજપના ઉમેદવાર રાજન નાઈક પર મતદારોને પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો છે. ચૂંટણી પંચે નોટ ફોર વોટ કેસમાં બે એફઆઈઆર દાખલ કરી છે. ચૂંટણી પંચના અધિકારીઓએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ બે એફઆઈઆર દાખલ કરી છે.

 
ચૂંટણી અધિકારી આપી આ માહિતી  
નાલાસોપારા વિધાનસભા ચૂંટણી અધિકારી શેખર ઘડગેએ કહ્યું કે અમને ફરિયાદ મળી હતી કે અહીં એક રાજકીય પક્ષની બેઠક ચાલી રહી છે. જ્યારે અમારી ટીમ અહીં પહોંચી ત્યારે અમે જોયું કે મીટિંગ ચાલી રહી હતી. અહીંથી કેટલીક રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધ્યો છે. બે કેસની શોધ ચાલુ છે. તેનાથી ચૂંટણી પર કોઈ અસર નહીં થાય.
 
વિનોદ તાવડે જે રૂમમાં રોકાયા હતા ત્યાથી મળ્યા 9 લાખ 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર મતદારોને રૂપિયા વહેંચવાનો આરોપ લાગ્યો છે. બહુજન વિકાસ આઘાડી (BVA) એ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતા તાવડેએ થાણેમાં મતદારોને પૈસા વહેંચ્યા છે. જો કે ભાજપના નેતાએ આ આરોપોને ફગાવી દીધા છે. બહુજન વિકાસ આઘાડી (BVA)ના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા અને તાવડે પર રૂ. 5 કરોડની રોકડ વહેંચણી કરવાનો આરોપ લગાવ્યો. હંગામા વચ્ચે પોલીસ અધિકારીઓ પણ હોટલ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે હોટલના રૂમ નંબર 406માંથી 9 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. વિનોદ તાવડે આ રૂમમાં રોકાયા હતા.
 
ચૂંટણી પંચે તપાસ કરાવવી જોઈએ - તાવડે 
 
બીજી બાજુ વિનોદ તાવડેએ વિપક્ષના આરોપોને રદ્દ કરી દીધા છે. તેમણે કહ્યુ કે નાલાસોપારાના ધારાસભ્યોની એક બેઠક ચાલી રહી હતી. હુ ત્યા ચૂંટણી આચાર સંહિતાના નિયમોને સમજાવવા ગયા હતા. તાવડેએ કહ્યુ કે ચૂંટણી પંચના અધિકારીઓએ તેમની ગાડી, બેગ અને રૂમની તપાસ કરી છે રૂમ નંબર 406 થી 9 લાખ 53 હજાર કેશ જપ્ત કરવામાં આવી છે. છતા પણ મારુ માનવુ છે કે ચૂંટણી પંચે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.