1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2024 (16:45 IST)

મહારાષ્ટ્ર ચૂંટણી - બેગમાં કપડા છે.. યૂરિન પોટ નથી, સીએમ શિંદે ઉદ્ધવ પર કર્ય્યો કટાક્ષ - VIDEO

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ચરમ પર  છે. વોટિંગમાં થોડાક જ દિવસ બચ્યા છે અને અવાર નવાર નવા મુદ્દાને લઈને મહાયુતિ અને મહા વિકાસ અઘાડી એક બીજાને ઘેરવા લાગ્યા છે.  આવામાં થોડા દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેએ  એક વીડિયો રજુ કરી આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ તરફથી જાણીજોઈને તેમના બેગની તપાસ કરવામાં આવી. એવી ચેકિંગ પીએમ મોદી કે અમિત શાહની કેમ નથી કરવામા આવતી ?  ત્યારબાદ બીજેપી ખૂબ આક્રમક થઈ ગઈ હતી અને ઉદ્ધવ ઠાકરે પર પલટવાર કર્યો હતો. બીજેપી મહારાષ્ટ્રએ ઉદ્ધવ ઠાકરે પર તમાશો કરવાનો આરોપ લગાવ્યો છે.  

 
બૈગ ચેકિંગને લઈને આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. જેમા હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનુ ચૂંટણી પંચે મહારાષ્ટ્રના પાલઘરમાં હેલીકોપ્ટર ચેક કર્યો તો વાતો વાતોમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર તંજ માર્યો છે અને કહ્યુ છે કે મારી બેગ ચેક કરી લો. મારા બેગમાં તો ફક્ત કપડા છે... યૂરિન પૉટ વગેરે નથી. 
 
શુ બોલ્યા હતા ઉદ્ધવ ઠાકરે ?
ઉદ્ધવ ઠાકરેએ બેગ ચેકિંગ દરમિયાન નારજગી બતાવતા કહ્યુ હતુ મારી બેગ ચેક કરી લો. ચાહો તો મારુ યૂરિન પૉટ પણ ચેક કરી લો, પણ હવે મને મોદીની બેગ ચેક કરતો વીડિયો પણ તમારી પાસેથી જોઈ. ત્યા તમે તમારી પૂછડી ન નમાવશો.