સોમવાર, 18 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Updated : સોમવાર, 18 નવેમ્બર 2024 (13:00 IST)

Maharashtra Election: રાહુલ ગાંધીનો મોટો આરોપ, બોલ્યા - મહારાષ્ટ્રના પ્રોજેક્ટ છીનવીને બીજા રાજ્યને આપ્યા

rahul gandhi
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી પ્રચારનો આજે સોમવારે અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફ્રેંસ કરી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્યની મહાયુતિ સરકાર પર અનેક મોટા આરોપ લગાવ્યા છે.  રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના લાખો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ બીજા રાજ્યોને આપી દીધ છે. રાહુલ ગાંધીએ ધારાવી પરિયોજના સહિત અનેક અન્ય મુદ્દા પર પણ વાત કરી છે.   
 
7 લાખ કરોડ રૂપિયાની પરિયોજનાઓ બહાર મોકલવામા આવી - રાહુલ ગાંધી 
રાહુલ ગાંધી મુંબઈમાં આયોજીત એક પ્રેસ કૉન્ફ્રેંસમાં કહેવામાં આવ્યુ કે વર્તમાન સરકાર દ્વારા ફૉક્સકૉન, એયરબસ જેવી સાત લાખ કરોડ રૂપિયાની મોટી પરિયોજનાઓ ગુજરાતમાં ટ્રાંસફર કરવામાં આવી. જેને કારણે મહારાષ્ટ્રના યુવાઓની નોકરીઓ છિનવી લેવામાં આવી. રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીના વિચાર છે કે મહારાષ્ટ્રના ખેડૂતો, ગરીબો, બેરોજગારોની મદદ થાય. રાજ્ય માટે મોંઘવારી, બેરોજગારી મુખ્ય મુદ્દા છે. 

અરબપતિઓ અને ગરીબોની વિચારધારા વચ્ચેની લડાઈ - રાહુલ 
પ્રેસ કૉન્ફ્રેંસમાં રાહુલ ગાંધીએ ધારાવી પુનર્વિકાસ યોજના પર કહ્યુ કે ધારાવીની જમીન ત્યા રહેનારા લોકોની છે. આખી રાજનીતિક મશીનરી એક વ્યક્તિની મદદ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. રાહુલ ગાંધી મુંબઈમાં કહ્યુ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી કેટલાક અરબપતિઓ અને ગરીબોની વિચારધારા વચ્ચેની લડાઈ છે.  અરબપતિ ઈચ્છે છે કે મુંબઈની જમીન તેમને મળે. લગભગ 1 લાખ કરોડ રૂપિયા એક અરબપતિને આપવાની તૈયારી છે. 
 
અનામતની સીમા હટાવીશુ - રાહુલ ગાંધી 
મુંબઈમાં આયોજીત સંવાદદાતા સંમેલનમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે અનામત પર લાગી 50 ટકાની સીમા હટાવી દેશો. રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે જાતિ જનગણના અમારી સામે સૌથી મોટો મુદ્દો છે અને અમે તેને કરીશુ. આ અમારુ કેન્દ્રીય સ્તંભ છે. 
 
અડાણી પર પણ સાધ્યુ નિશાન 
રાહુલ ગાંધીએ કહ્યુ - પીએમ નરેન્દ્ર મોદીનુ સ્લોગન છે એક છે તો સેફ છે. પ્રશ્ન છે - એક કોણ છે અને સેફ કોનુ છે ?  જવ્વાબ છે - એક નરેન્દ્ર મોદી, અડાણી અને અમિત શાહ છે અને સેફ અડાની છે.  બીજી બાજ તેમા નુકશાન મહરાષ્ટ્રની જનતાનુ છે, ધારાવીની જનતાનુ છે. 
 
 રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફ્રેંસમાં મહારાષ્ટ્રની જનતાને અનેક વચનો પણ આપ્યા છે. 
 
- મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપશે 
- મહિલાઓને ફ્રી બસની સુવિદ્યા મળશે 
- ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનુ કર્જ માફ થશે 
- સોયાબીન પર 7000 રૂપિયા પ્રતિ ક્વિંટલ મળશે 
- ડુંગળીના ખેડૂતો માટે ફેયર પ્રાઈસ કમિટિ હશે 
- કપાસ માટે ફેયર MSP રહેશે. 
- મહારાષ્ટ્રમાં જાતિગત જનગણના થશે 
- 25 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો 
- બેરોજગારોને દર મહિને 4000 રૂપિયાની મદદ 
- અઢી લાખ સરકારી નોકરીઓ આપીશુ.