રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જયદીપ કર્ણિક|

વેબદુનિયા વર્ષગાંઠ વિશેષ - સાહસ સંઘર્ષ અને સપનાના 14 વર્ષ

P.R
આજે વેબદુનિયાએ પોતાની સ્થાપનાના 14 વર્ષ પૂરા કર્યા. 23 સપ્ટેમ્બર 1999ના એક સપનાએ આભાસી દુનિયામાં આંખ ખોલી હતી અને આજે તે યથાર્થની દુનિયામાં ઉછરી રહ્યુ છે. એક એવુ સપનુ જેને સત્ય થતુ જોવા માટે કેટલા લોકોએ પોતાનુ સમર્પણ, નિષ્ઠા, શ્રમ, સ્વેદ અને કર્મની આહુતિ આપી છે. પોતાના સપનાને આ જ વેબદુનિયા સાથે જોડી દીધા. મુશ્કેલીઓ પણ આવી, દરેક વધતા પગલાની સાથે મંજીલ દૂર સરકતી ગઈ પણ સફર ચાલુ રહ્યુ. આ સફરમાં લોકો મળ્યા અને વિખૂટા પણ પડ્યા. કાફલો તેની ગતિએ આગળ વધતો ગયો.

14 વર્ષ કોઈ સંસ્થા માટે ઘણો લાંબો સમય નથી, પણ ઈંટરનેટની દુનિયામાં આ છેલ્લા 14 વર્ષમાં જે ગતિથી પરિવર્તન થયુ છે, વેબદુનિયાની 14 વર્ષની આ યાત્રા અને આ પડાવ ખાસ મહત્વપૂર્ણ છે. 23 સપ્ટેમ્બર 1999ના રોજ પોતાની ઔપચારિક શરૂઆતથી ઘણા અગાઉ જ આ સપનાએ પોતાની યાત્રા શરૂ કરી દીધી હતી. નઈ દુનિયાના ઈન્દોર મુખ્યાલય સ્થિત જૂના ઓફિસની પાછળ નાનકડી જગ્યા જે ગોદામના રૂપમાં વપરાતી હતી, ત્યાંથી નીકળીને ભારતીય ભાષાઓને ઈંટરનેટ પર પ્રતિષ્ઠિત કરવાની આ સફર ખૂબ રોમાંચક રહી છે. એક એ સમય હતો જ્યારે ડાયલ અપ કનેક્શન દ્વારા ઈંટરનેટ સાથે જોડાવવુ ખૂબ જ તકલીફભર્યુ હતુ, ત્યારે આ વિચારવુ કે આવનાર સમય આનો જ છે અને તેના પર ભારતીય ભાષાઓ માટે કશુ ક કરવુ જોઈએ, આ સપનુ જ સાચે જ સલામનું હકદાર છે. આજે જ્યારે દરેક બીજા હાથમાં મોબાઈલ છે અને તેના પર ઈંટરનેટ હાજર છે, એ સમયના પડકારોની કલ્પના જ કંઈક મુશ્કેલ છે. એવુ લાગે છે કે જાણે એક યુગ વીતી ગયો હોય... ઈંટરનેટ પર અંગ્રેજીમાં કંઈક દેખવુ-વાંચવુ એટલુ સહેલુ નહોતુ. ભારતીય ભાષાઓને પ્રકાશિત કરવી ખૂબ જ પડકારરૂપ હતી. વેબદુનિયાએ પોતાના ટેકનીકલ નિપુણતાથી એ કરી બતાવ્યુ, એ પણ બધુ જ પોતાના દમ પર. આ બધુ એક ઝનૂન અને પાગલપનની હદ સુધી પોતાના કામ પ્રત્યે સમર્પિત થયા વગર શક્ય નહોતુ.

આજે દરેક ઈંટરનેટ પર પોતાની હાજરી નોંધાવવા માંગે છે. ત્યારે એવુ વિચારાયુ હતુ કે આ સૂચના ક્રાંતિનુ મહત્વ એ લોકો માટે શુ છે જે બધુ જ પોતાની ભાષામાં વાંચવા માંગે છે ? આ જ બીજમાંથી ઉત્પન્ના વિચાર બસ પોતાને માટે જમીન બનાવતુ ગયુ. અંકુરિત થયુ, કૂંપળો ફૂટી, ખાતર.. પાણીની ઉણપ પણ વર્તાઈ.. પણ કરમાયુ નહી.. આજે પણ આ માત્ર એક છોડ છે જેને એક ઘટાદાર વૃક્ષ બનાવવા માટે આખી ટીમ સમર્પિત છે, થાક્યા વગર. યાત્રા લાંબી છે અને મંઝીલ દૂર પણ ટીમ બસ બશીર બદ્ર સાહેબને યાદ કરી રહી છે.

જબ સે ચલા હૂ મંઝીલ પર નજર હૈ મેરી..
આંખોને અભી તક મીલ કા પત્થર નહી દેખા.


એ બધા સાથીઓ જેમણે વેબદુનિયાના આ 14 વર્ષની યાત્રામાં યોગદાન આપ્યુ છે તેમને ધન્યવાદ અને સલામ. એ બધા સ્નેહી અને શુભચિંતક જેમણે અપનત્વની ઉર્જાથી આ યાત્રા આગળ વધશે, તેમને વિનંતી કે આ પ્રેમ કાયમ રાખો.....