ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં મોદીની લહેર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 18 માર્ચ 2014 (12:19 IST)

જો મોદી પીએમ નહી બન્યા તો કોણી લાગશે લોટરી ?

P.R

મોદી પીએમ નહી બન્યા તો શુ થશે ?

આમ તો આ વખતે ભાજપા મોદીને લઈને કરિશ્માઈ જાદુ થવાની આશામાં ચૂંટણી પ્રચારમાં લાગી છે. સર્વે બતાવી રહ્યો છે કે મોદીની લહેર છે. લોકોમાં મોદીને લઈને ઉત્સુકતા છે. અહી સુધી કે વિરોધી દળ પણ મોદીના ભય હેઠળ આવી ગઈ છે.

પણ સમયની કોઈ ગેરંટી નથી. ક્રિકેટની જેમ રાજનીતિમાં પણ સમય ક્યારે બદલાય જાય તેની કોઈ નથી કહી શકતુ.

આવુ જ કંઈક જો મોદી સાથ થઈ ગયુ તો શુ થશે ? કેટલાક કારણોથી મોદી પ્રધાનમંત્રી નહી બની શક્યા તો શુ થશે

ચોંકશો નહી દેશભરમાં મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવારના રૂપમાં પ્રચાર કરી રહેલ ભાજપાની પાસે મોદીનો વિકલ્પ પણ તૈયાર છે. અને તેનો અમલ કરવા માટેના ફોર્મૂલા પણ.


આગળ પ્રથમ ફોર્મૂલા - સુષમા સ્વરાજ


P.R


જો ભાજપાને બહુમત માટે જરૂરી 272 સીટનો આંકડો નહી મળે તો ભાજપા આ ફોર્મૂલા પર કામ કરશે.

પણ મોદીના કથિત સાંપ્રદાયિક ચેહરાને કારણે અનેક સમર્થક દળોને પસંદ નહી આવે અને એ હિસાબે પાર્ટી મોદીના સ્થાન પર સુષ્મા સ્વરાજને પ્રધાનમંત્રી બનાવી શકે છે.

સુષમાના નામ પર રાજગના ઘટક દળોને વાંધો નથી. બીજી બાજુ કેટલાક એવા દળ પણ ભાજપાને બહારથી સમર્થન આપી શકે છે જે મોદીના નામ પર ભાજપા પર ચિડાય છે.. જેવા કે જદયૂ.

મહિલા હોવુ પણ સુષમાને પીએમ પદ માટે સમર્થન એકત્ર કરવામાં મદદ કરશે. આમ પણ કોઈ જાણીતા રાજનીતિક જ્યોતિષે કહ્યુ કે આ વખતે મહિલા પ્રધાનમંત્રી પદની શોભા વધારશે.

આગળ ત્રીજો ફોર્મૂલા - જય લલિતા


P.R


જગત અમ્મા મતલબ જે જયલલિતાને પણ પીએમ બનવાની શક્યતાઓને પંખ લગાવી લીધા છે. રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાના મુદ્દે કોંગ્રેસ અને જયલલિતા વિરોધી બની ગયા છે.

જો કે મુદ્દો વધારવામાં આવ્યો છે પણ છતા જયલલિતા રાજગ સાથે જોડાય એવી શક્યતાઓ છે.

મોદી જો પીએમ ન બની શક્યા તો રાજગમાં જયાના નામ પર સામાન્ય સહમતિની શક્યતાઓ બની રહી છે. જો કે ડીએમકે અધ્યક્ષ કરુણાનિધિ મોદીને દોસ્ત બતાવી ચુક્યા છે પણ રાજગ જયાને સાથે લેવા પર વિચાર કરી શકે છે.

સૌથી ખાસ વાત જદયૂ જેવા દળ પણ જયાના નામ પર રાજગમાં કમબેક કરી શકે છે.

આગળ ચોથો ફોર્મૂલા - ચંદ્રબાબૂ નાયડૂ

P.R
આ એક એવુ છુપાયેલુ નામ છે જેને રાજગે બીજા વિકલ્પ તરીકે પસંદ કર્યો છે. આ નામ ભાજપાએ નહી પરંતુ રાજગે વિચાર્યુ છે. સાઈબરાબાદના નામથી જાણીતા ચંદ્રબાબૂ નાયડૂ ટીડીપીના અધ્યક્ષ છે.

તેલંગાના બાબતે કોંગ્રેસથી ખાસા નારાજ નાયડૂ પોતાની બિન સાંપ્રદાયિક છબિ વધુ સ્પષ્ટ રાજનીતિક પરિદ્રશ્યના કારણે રાજગ ઘટક દળોને મંજૂર થઈ શકે છે. નાયડૂ રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય છે.

આગળ પાંચમો ફોર્મૂલા - અડવાણી


P.R

દસકાઓથી પીએમ ઈન વેટિંગ બનેલ અડવાણીનું ભાગ્ય આ વખતે મોદીના દુર્ભાગ્ય સાથે જોડાયેલ છે. જો ભાજપાને પૂર્ણ બહુમત નહી મળે તો તેને સમર્થન લેવા માટે નાના મોટા દળોની મદદ લેવી પડશે.

મોદીના નામ પર ચિડનારુ આ દળ અડવાણીના નામ પર સાથ આપી શકે છે.

મોદી ભલે આ સમયે મીડિયામાં પોપુલર હોય પણ રાજનીતિક સ્તર પર આજે પણ અડવાણીની સ્વીકાર્યતા મોદી કરતા વધુ છે અને ભાજપા પણ આ વાતને જાણે છે.